એશિઝ : ટેસ્ટ ક્રિકેટના 142 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ખેલાડીઓ નામ-નંબરવાળી જર્સી પહેરશે

0
24
  • એશિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી સીરિઝ છે, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ એજબેસ્ટન ખાતે 1 ઓગસ્ટે રમાશે
  • વનડેમાં નામવાળી જર્સીની શરૂઆત 1992ની વર્લ્ડકપથી થઇ હતી, જ્યારે નંબર 1999ના વર્લ્ડકપમાં ઉમેરવામાં આવ્યા હતા
  • સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડની પ્રથમ ટેસ્ટ મેચ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી ખેલાડીઓ હંમેશા પ્લેઇન વાઈટ ટી-શર્ટમાં જ મેદાને ઉતર્યા છે. હવે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ 142 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વાર નામ અને નંબરવાળી જર્સી પહેરીને મેદાને ઉતરશે. બંને દેશ વચ્ચે 1 ઑગસ્ટના એજેબેસ્ટન ખાતે એશિઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ પછી આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ રમ્યા પછી એશિઝમાં ભાગ લેશે. ગયા વર્ષે તેઓ ઓસ્ટ્રેલિયા સામે 0-4થી હારી ગયા હતા. એશિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી સીરિઝ હશે.શું છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ?
    બાઈલેટરલ ટેસ્ટ સિરીઝને રસપ્રદ બનાવવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાશે. 15 જુલાઈ 2019થી 30 એપ્રિલ 2021 દરમિયાન વર્લ્ડની ટોપ-9 ટીમ 6 હોમ સિરીઝ અને 6 અવે સિરીઝ રમશે. તે આઈસીસીએ નક્કી કરેલી ટીમ સામે ટકરાશે. આ સમયગાળા પછી ટોપ-2ની ટીમ વચ્ચે જૂન 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાશે.આઈસીસી આ ચેમ્પિયનશિપની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની જર્સી વન-ડેની જેમ નામ અને નંબરવાળી કરવાની યોજના ઘડી છે. આમ કરવાથી પ્રેક્ષકો સરળતાથી ખેલાડીઓને ઓળખી શકશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને નામ અને નંબરવાળી જર્સીની વાત કન્ફર્મ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here