Thursday, November 30, 2023
Homeખેલએશિયન ગેમ્સમાં સ્કેટિંગમાં ભારતે બે મેડલ જીત્યા

એશિયન ગેમ્સમાં સ્કેટિંગમાં ભારતે બે મેડલ જીત્યા

- Advertisement -

એશિયન ગેમ્સમાં નવમા દિવસે ભારતે બ્રોન્ઝ મેડલ સાથે શરૂઆત કરી હતી. મહિલા સ્પીડ સ્કેટિંગમાં 3000 મીટર રિલે રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે એશિયન ગેમ્સમાં નવમા દિવસે શાનદાર શરૂઆત કરી હતી. સ્કેટિંગમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો હતો. સંજના ભટુલા, કાર્તિકા જગદીશ્વરન, હિરલ સાધુ અને આરતી કસ્તુરીએ મહિલાઓની સ્પીડ સ્કેટિંગ 3000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે પોતાની રેસ 4:34:861 મિનિટમાં પુરી કરી હતી. સ્પીડ સ્કેટિંગમાં ભારતને આજે બીજો મેડલ મળ્યો છે. ભારતના આર્યનપાલ ઘુમન, આનંદકુમાર વેલકુમાર, સિદ્ધાંત કાંબલે, વિક્રમ ઈંગલે 4:10.128ના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ચીની તાઈપેએ ગોલ્ડ મેડલ જીત્યો હતો તો દક્ષિણ કોરિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

નોંધનીય છે કે એશિયન ગેમ્સમાં આઠમા દિવસ સુધી મેડલ ટેલીમાં ચીન નંબર વન પર છે. તેણે 8મા દિવસ સુધી કુલ 244 મેડલ જીત્યા. તેની પાસે 133 ગોલ્ડ, 72 સિલ્વર અને 39 બ્રોન્ઝ મેડલ છે. કોરિયા બીજા નંબર પર છે. કોરિયાએ 125 મેડલ જીત્યા છે. જેમાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 60 બ્રોન્ઝ સામેલ છે. જાપાન ત્રીજા નંબર પર છે. જાપાને કુલ 112 મેડલ જીત્યા છે. ભારત 53 મેડલ સાથે ચોથા સ્થાને છે. એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતની પુરુષ બેડમિન્ટન ટીમને ચીન સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને ચીન સામે 3-2થી હાર મળી હતી. જેના કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. ભારતે હવે કુલ 53 મેડલ જીત્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular