Sunday, September 19, 2021
Homeએસજી હાઈ-વે પર કાર અકસ્માતમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત, કારમાંથી મળી આવી...
Array

એસજી હાઈ-વે પર કાર અકસ્માતમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત, કારમાંથી મળી આવી દારૂની બોટલો

અમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. અકસ્માતની આ ઘટના પર ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઈસ્કોન ઓવર બ્રિજ પર આ પહેલા પણ અનેક વખત અકસ્માત થઈ ચુક્યા છે. અકસ્માત બાદ કારના કચ્ચણઘાણના દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકાય છે કે, કાર કેટલી સ્પિડમાં હશે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, મૃતક વિપુલ પટેલની ગાડીમાંથી પોલીસને દારૂની ખાલી બોટલો પણ મળી છે. અકસ્માતનો ભોગ બનેલી ગાડીમાં ટાવેરા અને હ્યુન્ડાઇ વર્ના કાર સમાવેશ થાય છે.

ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત અકસ્માતમાં સાતથી વધારે લોકો ઈજા થઈ છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments