Sunday, November 28, 2021
Homeપ્રાંતિજ : એસટી કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને માસ સીએલ પર
Array

પ્રાંતિજ : એસટી કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને માસ સીએલ પર

એસટી કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને માસ સીએલ પર જતાં એસટી બસ ના પૈડા થંભ્યા હતાં તો એસટી ના મુસાફરો ને ભારે હાલાકી ભોગવવા નો વારો આવ્યો .

 

 

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ ડેપો ના ૨૫૫ કર્મચારીઓ પણ વિવિધ પડતર માંગણીઓના મુદ્દે એક દિવસ ની માસ સીએલ પર જતાં પ્રાંતિજ એસટી ડેપો ની ૫૦ બસોના પૈડા થંભ્યા હતાં તો પ્રાંતિજ ડેપો ને સાડા ત્રણ લાખ રૂપિયા નું નુકાશાન થયું છે તો એસટી કર્મચારીઓ દ્વારા પ્રાંતિજ બસ ડેપો ઉપર એકત્રીત થઈ ને સુત્રોચ્ચાર કર્યા હતાં જેમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી તેમની હાય બોલાવી હતી તો એસટીબસ સેવા બધ રહેતાં પ્રાંતિજ સહિત તાલુકામાં એસટી બસ ના મુસાફરો ને ભારે પરેશાની નો સામનો કરવો પડ્યો હતો તો બીજી બાજુ બસ સેવા બંધ રહેતા વિદ્યાર્થીઓ અને એસટીબસ માં કાયમી અપડાઉન કરતા કર્મચારીઓ ને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને ખાનગી વાહનો માં તગડું ભાડું આપી ને બેસવા મજબુર થવું પડયુ હતું તો હાલતો એસટી કર્મચારીઓ દ્વારા તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચિમકી પણ ઉપચાર વામા આવી છે.

 

 

 

 

રિપોર્ટર સંજય રાવલ , પ્રાંતિજ સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments