એસી જેવા ઠંડાં વાતાવરણમાં મહિલાઓનું મગજ ધીમું પડી જાય છે, અમેરિકી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો

0
50

હેલ્થ ડેસ્કઃ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વાતાવરણનું તાપમાન વધવાથી મનુષ્યની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો વિપરીત છે. તાજેતરમાં થયેલાં એક સંશોધન અનુસાર, તાપમાન વધવાથી મહિલાનું મગજ ઝડપથી કામ કરવાનું લાગે છે. પરુષોની સરખામણીએ મહિલાઓનાં મગજની ક્ષમતામાં વધારો થાય છે. આ સંશોધન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા માર્શલ સ્કૂલ ઓફ બિઝનેસ દ્વારા કરવામાં આવ્યું છે.

સંશોધનમાં સામેલ લોકો પાસે ગણિત અને મગજની ક્ષમતા પારખતા પ્રશ્નો ઉકેલાયા
સંશોધનમાં 543 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો. તેમને ગણિત અને મગજની ક્ષમતા પરખતા સવાલોને ઉકેલવા માટે કહેવામાં આવ્યું. આ રૂમનું તાપમાન 16થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવામાં આવ્યું હતું. ગણિતના પ્રશ્નો કેલ્ક્યુલેટર વગર ઉકેલવાના હતા.

સંશોધન દરમિયાન જવાબોના અંક અને તાપમાન વચ્ચે સંબંધ જોવા મળ્યો. તાપમાન એક ડિગ્રી વધારવા પર તેમના અંકોમાં 1.76 ટકા વધારો જોવા મળ્યો અને છોકરીઓના જવાબ પણ સચોટ હતા. જ્યારે પુરુષોમાં આ આંકડો 0.63 ટકા જોવા મળ્યો. સંશોધનકાર ટોમ ચેંગે જણાવ્યું કે, ‘સ્ત્રીઓ પુરૂષોની તુલનામાં ઘર અથવા ઓફિસમાં થોડું ગરમ તાપમાન પસંદ કરે છે. કર્મચારી કંપનીમાં આરામદાયક અનુભવે અને સારું કામ કરે એ માટે કંપનીઓ ખૂબ પૈસા ખર્ચી રહી છે અને ઘણી સુવિધાઓ આપી રહી છે. પરંતુ હવે તેમણે ઓફિસના તાપમાન પર પણ ધ્યાન આપવાની જરૂર છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here