ઐતિહાસિક દાંડી સ્મારકને આધુનિક બનાવી આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને એક નવી ભેટ આપી છે. 

0
72

 

ભારતની આઝાદીમાં પાયાનો પ્રવેશ દ્વારા ગણાતા દાંડીકૂચ અને આજે પણ એના સંસ્મરણો સાચવી રાખનારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ગાંધી નમક સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને વડાપ્રધાન નરેંદ્ર મોદીએ રાષ્ટ્ર ને અર્પણ કર્યુ છે, આવનારી પેઢી માટે ગાંધી મૂલ્યોને  સમજે અને તેમના વિચારો જીવનમાં ઉતારે તેવા ઉદ્દેશથી આ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. સ્મરકના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીએ જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે પૂજ્ય બાપુએ દાંડી નો મીઠા સત્યગ્રાહ , એ આઝાદીમાટે મહત્વનો સત્યાગ્રહ હતો, આ સત્યગ્રહને વિદેશના ટાઈમ્સ મેગેઝીનમાં સ્થાન મળતાં દુનિયાને આઝાદીની લડતના સમાચાર મળ્યા હતા અને અંગ્રેજો નરમ પડ્યા હતા. માત્ર વિરોધ નહિ પણ સાથે રચનાત્મકતા પણ જોઈએ એ સમજી ગાંધીજીએ મીઠાના સત્યગ્રહનો વિચાર કર્યો હતો. ગાંધીજીના જીવન ઉપર વાતો કરતા સાથે , કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતુંકે , આલોચના કરવાની ટેવ ધરાવતા લોકો હવે આ સ્મારકની પણ આલોચના કરશે, સ્ટેચ્યુ ઓ લિબર્ટી ની તેના દેશમાં કોઈએ આલોચના ના કરી, આપણદેશમાજ આવું થાય છે. અમે બાપુના આદર્શોને સમજીને તેમના સ્વચ્છતાના સંદેશને અપનાવ્યો છે, અને શૌચાલય બનવવાનું કામ હાથમાં લીધું છે, 4.5 વર્ષ પહેલાં દેશમાં 38 % શૌચાલય હતા આજે 98 % શૌચાલય છે જેનાથી બહેનો સુરક્ષાનું કામ થયું છે. આગામી 2 ઓક્ટોબર ના દિવસે 100 % ખુલામાં શૌચ મુક્ત રાષ્ટ્ર કરવા જઇ રહ્યા છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here