Tuesday, September 28, 2021
Homeઐશ્વર્યા રાય બચ્ચન ની પ્રેગનન્સી ને લઈને ખુલાસો, કેમેરા ના ખોટા એંગલ...
Array

ઐશ્વર્યા રાય બચ્ચન ની પ્રેગનન્સી ને લઈને ખુલાસો, કેમેરા ના ખોટા એંગલ ને લીધે ભ્રમ થયો

બોલિવૂડ ડેસ્ક: હાલ સોશિયલ મીડિયામાં ગોવાના બીચ પર ચાલતી ઐશ્વર્યા રાય બચ્ચનનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. પતિ સાથે બીચ પર ચાલતી એક્ટ્રેસના આ ફોટાએ તેના ફેન્સ અસમંજસમાં મૂકી દીધા છે. ફોટાને જોઈને ફેન્સને એવું લાગે છે કે તે ફરી વખત પ્રેગ્નન્ટ છે. આ ચર્ચાએ તેને એક વાર ફરી લાઈમલાઈટમાં લાવી દીધી છે.

પ્રવક્તાએ ખુલાસો કર્યો

ઐશ્વર્યા રાય બચ્ચન ફરી વખત માતા બનવાની છે કે નહીં તે બાબતે તેના પ્રવક્તાએ ખુલાસો કર્યો છે. પ્રેગ્નન્સીની ખબરને અફવા ગણાવી તેના પ્રવક્તાએ કહ્યું કે ખરાબ કેમેરાના એંગલને લીધે ફોટામાં ઐશ્વર્યા પ્રેગ્નન્ટ હોય તેવું જણાય છે.

આ કપલ પ્રથમ વખત વર્ષ 2000માં ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ’ના સેટ પર મળ્યાં હતા. ત્યારબાદ 2007માં તેઓ લગ્નગ્રંથિ જોડાયા. 16 નવેમ્બર,2011ના રોજ તેમના ઘરે આરાધ્યાનો જન્મ થયો હતો.

હાલ ઐશ્વર્યા રાય બચ્ચન ડિરેક્ટર મણિરત્નમની આવનારી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ઐતિહાસિક ડ્રામાથી ભરપૂર હશે. આની પહેલા ઐશ્વર્યા અને અભિષેકે ફિલ્મ ‘ગુલાબ જામુન’ સાઈન કરી હતી પરંતુ ફિલ્મની રોમાન્ટિક સ્ટોરી પસંદ ન આવતા બંનેએ ફિલ્મ છોડી દીધી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments