Wednesday, December 8, 2021
Homeઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસના આરોપી વકીલ ગૌતમ ખેતાનની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ
Array

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસના આરોપી વકીલ ગૌતમ ખેતાનની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ

નવી દિલ્હીઃ પ્રવર્તન નિર્દેશાલય(ઈડી)એ બ્લેકમની અને મની લોન્ડ્રિંગના મામલામાં વકીલ ગૌતમ ખેતાનની શુક્રવારે રાતે ધરપકડ કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ખેતાનની વિરુદ્ધ ઈન્કમ ટેકસ વિભાગે બ્લેક મનીનો કેસ નોંધયો હતો. તેના આધાર પર ઈડીએ પણ કેસ નોંધયો હતો. ખેતાન પર આરોપ છે કે તે ગેરકાયદેસર રીતે વિદેશી ખાતાઓને ઓપરેટ કરી રહ્યો હતો. તેમની પાસે બ્લેક મની છે. ખેતાન ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ મામલામાં પણ આરોપી છે.

ઈન્કમ ટેકસ વિભાગે ગત સપ્તાહે ખેતાનની વિવિધ જગ્યાઓ પર પણ કાર્યવાહી કરી હતી. એમ માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની કરવામાં આવેલી પુછપરછ બાદ ખેતાન પાસે બ્લેકમની હોવાની વાતની માહિતી મળી હતી.

ઓગસ્ટા વેસ્ટલેન્ડના મામલામાં સપ્ટેમ્બર 2014માં ખેતાનની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2015માં તેને જામીન મળ્યા હતા. બાદમાં ડિસેમ્બર 2016માં ફરીથી તેની ધરપકડ કરવામાં આવી. બાદમાં તે જામીન પર છુટી ગયો હતો. ઈડી અને સીબીઆઈએ તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments