ઓનલાઇન શોપિંગ કરતાં ચેતજો! OLX પર CARની ખરીદી પર ગુમાવ્યા 1.40 લાખ રૂપિયા

0
64

તમારા માંથી ઘણા બધા લોકો ઓનલાઇન ખરીદી કરે છે. હાલના દિવસોમાં તમે પણ સાંભળ્યું હશે કે ઓનલાઇન ફોન ઓર્ડર કર્યો અને બોક્સમાંથી સાબુ મળ્યો તો કેટલાકને પારલે જી પણ મળ્યા છે. આ તો ફ્લિપકાર્ટ અને અમેઝોન જેવી સાઇટ્સની વાત થઇ ગઇ, પરંતુ શું તમે જાણો છો કે સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ્સ વેચતી સાઇટ OLX પર પણ લોકોને ચૂનો લાગી શકે છે, એ પણ 1.40 લાખ રૂપિયાનો. જાણો શું છે મામલો અને કેવી રીતે તમારે ચેતવાની જરૂર છે.

આ સમગ્ર કેસ દિલ્હીનો છે. જ્યાં OLX દ્વારા એક યુવકને 1.40 લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. વાસ્તવમાં દિલ્હીના મંગોલપુરીમાં રહેતા પ્રભાસ ઠાકૂરએ OLX પર વેચવામાં આવતી કારની જાહેરાત જોઇ. ત્યારબાદ એ કારને ખરીદવા માટે ફરીદાબાદ દુર્ગા બિલ્ડર એરિયામાં પહોંચ્યો.

ત્યાં પહેલાથી હાજર બે બાઇક સવારોએ પ્રભાતને લૂંટી લીધો અને 1.40 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો.

પોલીસ રિપોર્ટ અુસાર પ્રભાતે OLX પર એક કારની જાહેરાત જોઇ હતી. જેને કન્હૈયાલાલ નામના યુવકે નાંખી હતી. કન્હૈયાલાલે કારનું પિકઅપ એડ્રેસ દુર્ગા બિલ્ડર વિસ્તાર આપ્યો હતો.

ત્યારબાદ પ્રભાત અને કન્હૈયાલાલની વચ્ચે કાર માટેનો કરાર ફોન પર જ 1.40 લાખ રૂપિયામાં નક્કી થયો. ત્યારબાદ પ્રભાત નહર રોડ પર દુર્ગા બિલ્ડર પહોંચ્યો જ્યાં એને લૂંટી લેવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here