અમદાવાદ : ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભર્યો રૂ.૧૦૧૩, રિસિપ્ટ જનરેટ થઈ રૂ. ૭૬૫ની

0
34

મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા પ્રોપર્ટી ટેકસના બિલમાં ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બે ટકાનું રિબેટ અપાઇ રહ્યું છે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં એડ્વાન્સ પેમેન્ટ ભરનાર કરદાતાને ટેકસબિલમાં ૧૦ ટકા રિબેટ અપાયું હતું, જેનાથી કરદાતા ઓનલાઇન પેમેન્ટ કરવા ઉત્સાહી બન્યા છે, જોકે ઓનલાઇન પેમેન્ટનાં ધાંધિયાં વધતાં કરદાતા મુશ્કેલીમાં મુકાવાના કિસ્સા પણ વધ્યા છે.

ઓનલાઇન પેમેન્ટ ભરનાર કરદાતાઓને મ્યુનિ. તંત્રમાં ઇ-ગવર્નન્સમાં કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવનાર ટીસીએસ કંપનીની બેદરકારીથી મુશ્કેલીમાં મુકાવું પડે છે. ટીસીએસ કંપનીએ ઓનલાઇન પેમેન્ટ માટે જે સોફટવેર તૈયાર કર્યું છે તે સોફટવેરમાં ખામી હોઇ કરદાતાના ઓનલાઇન પેમેન્ટ અને તેની જનરેટ થતી રસીદમાં ભારે તફાવત જોવા મળે છે. સમય બચાવવા માટે નાગરિકો ઓનલાઇન પેમેન્ટ કરતા હોય છે, પરંતુ ટીસીએસ કંપનીના ગોટાળાના કારણે ઓનલાઇન પેમેન્ટની રકમ અને ઓનલાઇન પેમેન્ટમાં જનરેટ થતી રસીદની રકમમાં તફાવત આવતો હોઇ છેવટે તેમાં સુધારો કરવા મ્યુનિ. કચેરીઓના ધક્કા ખાવા પડે છે.

ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતા પંકજ કેલાવાલા કહે છે કે મારા અને મારા સંબંધીઓના પ્રોપર્ટી ટેકસ બિલનું એડ્વાન્સ ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું, પરંતુ પેમેન્ટ અને પેમેન્ટની રસીદમાં ભારે ગોટાળા આવતાં મારે તેના પુરાવા ટેકસ ઓફિસમાં જમા કરાવીને પેમેન્ટ કરેલી રકમ મુજબ રસીદ આપવા કચેરીના આંટાફેરા કરવા પડે છે.

ઉદાહરણ તરીકે દક્ષિણ ઝોનના એક ટેનામેન્ટમાં ઓનલાઇન પેમેન્ટથી રૂ.૯પ૪ ભરાયા હતા, જ્યારે રસીદ ફકત રૂ.૧૮ની જનરેટ થઇ હતી તેમજ અગાઉની જમા રકમ પણ બાદ કરાઇ નહોતી. નવા પશ્ચિમ ઝોનના પ્રહલાદનગરના એક ટેનામેન્ટમાં રૂ.૧૦૧૩ના ઓનલાઇન પેમેન્ટ સામે માત્ર રૂ.૭૬પની રસીદ મળી હતી. આવા તો દસથી બાર કિસ્સા છે તેમ પંકજ કેલાવાલા કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here