ઓપ્પોની રેનો સીરીઝના બે ફોન લોન્ચ, સાઈડ સ્વિંગ કેમેરા સાથેનો પહેલો ફોન

0
99

ગેજેટ ડેસ્ક. ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પોએ તેની રેનો (Oppo Reno) સિરિઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યા છે. દેશમાં પ્રથમ વખત ઓપ્પો રેનો અને રેનો 10 X ઝૂમ એડિશન લોંચ કરી છે. OPPO એ પહેલેથી જ આ ફોન ચીનામાં લોન્ચ કરી દીધો હતો. આ શ્રેણીની વિશિષ્ટ સુવિધા એટલે સાઇડ-સ્વીંગ સેલ્ફિ કેમેરા છે. આ કેમેરા 0.8 સેકન્ડમાં સ્પીન આઉટ થતો હોવાનો કંપનીએ દાવો કર્યો છે. કેમેરામાં માત્ર પોર્ટ્રેટ કેપ્ચર નથી પરંતુ તેમાં ઈયરપીસ, ફ્રન્ટ સોફ્ટ લાઈટ અને રિઅલ ફ્લેશ પણ આપી છે. લોન્ચિંગ સાથે ફ્લિપકાર્ટ પર આ ફોનનું પ્રિ-બુકિંગ શરૂ થઈ ગયું છે. તેમનો પ્રથમ સેલ 7 જૂને યોજાશે.

ફોન 6GB અને 8GB રેમ વેરિઅન્ટમાં ઉપલબ્ધ

કંપની આ ફોનના લોન્ચિંગ ઈવેન્ટ માટે હાલ મીડિયા ઈન્વિટેશન મોકલી રહી છે. ઈન્વિટેશન થકી જાણવા મળ્યું છે કે, ભારતમાં ઓપ્પો હવે રેનો સીરિઝ ઊતારવાની છે. કંપની Oppo Reno અને Oppo Reno 10X ઝૂમ એડિશન બંને ભારતમાં લોન્ચ કરશે કે કેમ તે હજી સ્પષ્ટ નથી. ફોનની કિંમત અંગે પણ હજી કંપનીએ કોઈ ફોડ પાડ્યો નથી, લોન્ચ થયા પછી જ તેની કિંમત અંગે જાણી શકાશે.

સ્પેસિફિકેશન્સ

ઑપ્પો રેનો અને ઓપ્પો રેનો 10X ઝૂમ વેરિઅન્ટ આઉટઓફ બોક્સ એન્ડ્રોઇડ પાઇ આધારિત કલર ઓએસ 6 પર ચાલે છે. તેમાં 6.4-ઇંચ ફુલ એચડી+ પેનોરેમિક એમોલ્ડ ડિસ્પ્લે આપી છે. ફોનમાં 93.1 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો અને છઠ્ઠી જનરેસન કોર્નિંગ ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે. ઓપ્પો રેનોમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનનાં બે વેરિઅઅન્ટ 6GB અને 8GB રેમ સાથે આવે છે અને બંને કંપનીના કલર ઓએસ પર આધારિત છે.

ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ

ઓપ્પો રેનોએ ફોટા અને વીડિયો માટે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપ્યું છે. ફોનનો કેમેરા 48MP (મેગાપિક્સલનો) છે. કંપનીએ તેમાં સોની IMX586 પ્રાયમરી સેન્સરનો ઉપયોગ કર્યો છે. તેમાં એફ/2.4 એપરચર સાથે 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપ્યો છે. ફોનમાં આઇકોનિક સાઇડ-સ્વીંગ સેલ્ફી કેમેરા મોડ્યુલ પણ છે. તેમાં એફ/2.0 એપરચર સાથે 16MP (મેગાપિક્સલ)નો કેમેરો સેન્સર આપ્યો છે. સેલ્ફી કેમેરા પાંચ પોટ્રેટ મોડને સપોર્ટ કરે છે અને સેલ્ફી પોર્ટ્રેટ્સને સુધારવા માટે AI (Artificial intelligence) નો ઉપયોગ કરે છે.

માત્ર 0.8 સેકંડમાં કેમેરા ખુલશે

રેનો સીરીઝના બંને સ્માર્ટફોન્સમાં સાઇડ-સ્વીંગ કૅમેરા આપ્યો છે. તેને પૉપ-અપ કૅમેરાનું આધુનિક સંસ્કરણ પણ કહેવામાં આવે છે. આ સિનેમા સ્લેટમાં આપવામાં આવેલી સ્ટ્રીપની જેમ ખૂલે છે. કંપનીએ આ બારમાં ફ્રન્ટ કેમેરા સાથે ફ્રન્ટ સોફ્ટ લાઇટ અને રીઅર એલઇડી ફ્લેશ પણ ગોઠવ્યો છે. કેમેરા આયકનને સ્પર્શ કર્યા પછી તે ફક્ત 0.8 સેકંડમાં ખુલશે.

3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે

ઓપ્પો રેનોના ઇનબિલ્ટ સ્ટોરેજ 128GB અને 256GB છે. કનેક્ટિવિટી માટે 4G એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ્સ શામેલ છે. ફોનની બેટરી 3,765 એમએએચની છે, તે VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here