ઓફિસમાં જતી મહિલાઓ ફેશનની બાબતમાં પણ ઘણી ચીવટ દાખવતી હોય છે પરંતુ સમયને અભાવે તેઓ યોગ્ય હેરસ્ટાઈલ કરતી નથી ઘણી મહિલાઓ માને છે કે સારી હેરસ્ટાઈલ માટે ઘણો સમય નીકળી જાય છે. પરંતુ ઓફિસમાં સ્માર્ટ અને પ્રેઝન્ટેબલ દેખાવા માટે પણ તમારો દેખાવ યોગ્ય હોવો આવશ્યક છે. પછી તે કપડા હોય કે હેરસ્ટાઈલ…. તો આવો જાણીએ ઓછા સમયમાં ઝડપથી થઈ જાય એવી ઓફિસ માટેની ખાસ હેરસ્ટાઈલ જે તમને ઓછી મહેનતે પ્રોફેશનલ લૂક આપશે.
હાફ ક્રાઉન બ્રેડ
આ હેરસ્ટાઈલ બનાવવા માટે સૌપ્રથમ વાળની બંને બાજુઓથી બ્રેડ બનાવો અને પાછળની તરફ એક જગ્યાએ પીનઅપ કરી લો. તેને તમે ઈન્ડિયન અને વેસ્ટર્ન પરિધાન સાથે પણ કરી શકો છો. આ હેરસ્ટાઈલથી તમને એકદમ ક્લાસી લૂક મળશે.
કોર્પોરેટ બન
જો તમે તમારા લૂકને ક્લાસી ટચ આપવા માગો છો તો બન હેરસ્ટાઈલ તમારા માટે ઉપયુક્ત રહેશે તે માટે સૌ પ્રથમ વાળને સરખી રીતે ઓળી લો અને તેમાં જેલ લગાડીને તેને સેટ કરો જેનાથી તે સહેલાઈથી સેટ થઈ જાય. ત્યારબાદ સાઈડ પાર્ટીશન કરી આગળથી ફિંગર કોમ્બ કરી બધા જ વાળને પાછળ લઈ જાવ અને બન બનાવી તેને બોબ પીનથી બાંધી લો. આ બનને થોડો સ્ટાઈલીશ લૂક આપી ફેશનેબલ ટચ આપવા તમે તેને વિવિધ એસેસરીઝ સાથે સજાવી શકો છો અથવા તો તમે તેને કલરફૂલ પિનથી પણ સેટ કરી શકો છો.
ટ્વિસ્ટ બેક
આ એક પ્રોફેશનલ હેરસ્ટાઈલ છે જે તમારા લૂકને નિખારશે આ હેરસ્ટાઈલ માટે તમારા વાળને બે ભાગમાં વહેંચી લો. હવે વાળના સેક્શનને લો અને તેમાં ટ્વીસ્ટ બનાવતા બનાવતા ચહેરાની પાછળ લઈ જાઓ અને પછી ટિકટોક ક્લીપથી એને બાંધી દો હવે બીજા સેક્શનને પણ આજ રીતે ટ્વીસ્ટ કરી ફિક્સ કરી લો તો તૈયાર છે તમારી નવી હેરસ્ટાઈલ.
ફિશટેલ હેરસ્ટાઈલ
આ હેરસ્ટાઈલને લોકો ખજૂર તરીકે પણ ઓળખે છે. જો તમે તમારા વાળને ખોલવા ન માંગતા હોવ અને બાંધીને રાખવા માંગતા હોય તો આ એક ઉત્તમ વિકલ્પ છે તે સિવાય તમે આની સાથે દરેક પ્રકારના કપડા પહેરી શકો છો. તેને બનાવવા તમે તમારા વાળને બે ભાગમાં વહેંચી લો હવે એક તરફથી વાળની પાતળી સેર લઈને તેને બીજી તરફ લો હવે તે તરફથી ર વાળની પાતળી સેર લઈને પહેલી તરફ આવો આ પ્રક્રિયાને ફરી ફરી વાર કરો તો તૈયાર છે. તમારી ફિશટેલ પોની….. આજકાલ આ ચલણ ખૂબ જ ચાલ્યું છે.
ફ્રેન્ચ રોલ
ઓફીસની ખાસ મિટિંગમાં સ્વયંનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ દેખાડવા માટે હેરસ્ટાઈલ સર્વશ્રેષ્ઠ પર્યાય સિદ્ધ થશે અને એ પણ સાવ સરળ છે. આ રોલ બનાવવા માટે સૌપ્રથમ તો વાળને બરાબર ઓળી લો હવે તેને રેપ કરો અને પીનઅપ કરી લો. તો તૈયાર છે તમારી ફ્રેન્ચ રોલ હેરસ્ટાઈલ.
તો ઓફિસ જતી મહિલાઓ રાહ શેની જુઓ છો આજે જ તમારી મનપસંદ હેરસ્ટાઈલથી સ્ટાઈલ સ્ટેટમેન્ટનો ડંકો વગાડી દો અને અને મેળવો પ્રોફેશનલ ક્લાસી લૂક.