ઓરિસ્સામાં એક ટ્રક 60 ફુટ ઊંડી ખીણમાં ખાબક્યો; 8નાં મોત, 25થી વધુ ઘાયલ

0
20

કંધમાલઃ ઓરિસ્સાનાં કંધમાલ જિલ્લામાં બાલીગુદા પાસે મંગળવાર સવારે એક ટ્રક પલટી ખાઈ જતા 60 ફુટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 25થી વધુ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને બેહરમપુરનાં મહારાજા કૃષ્ણચંદ ગજપતિ મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ટ્રકમાં 50 લોકો સવાર હતા

પોલીસના જણાવ્યા પ્રમાણે, ટ્રકમાં સુલુમા વિસ્તારનાં આશરે 50 લોકો સવાર હતા. આ તમામ ચર્ચનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગાદાપુરથી બ્રાહ્મણી ગામ તરફ જઈ રહ્યાં હતા.

સરકાર પરિવારજનોને 2-2 લાખની સહાય આપશે

આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોનાં પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય ઉપરાંત ઈજાગ્રસ્તોની નિઃશુલ્કપણે સારવાર આપવા અંગેની પણ જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here