ઓરિસ્સા : ફેની વાવાઝોડામાં રાજ્યના 5.5 લાખ ઘર બરબાદ થયા, સરકારને 9 હજાર કરોડ રૂપિયાનું નુકસાન

0
21

ભુવનેશ્વરઃ ઓરિસ્સામાં ગયા મહિને આવેલા 20 વર્ષના સૌથી શક્તિશાળી તોફાન ફેનીએ રાજ્યમાં ભારે તબાહી મચાવી દીધી છે. ઓરિસ્સા સરકારના રાહત કમિશનરના જણાવ્યા પ્રમાણે, વિવિધ વિભાગોની તપાસમાં સામે આવ્યું છે કે રાજ્યને આ તોફાનથી 9336 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તોફાનથી 1.6 કરોડ લોકો પ્રભાવિત થયા છે અને અંદાજે 5.5 લાખ ઘર પૂર્ણ કે આંશિક રૂપે બરબાદ થયા છે. આ પરિસ્થિતીમાં ઓરિસ્સા સરકારે નુકસાનની ભરપાઈ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ પાસેથી 5221 કરોડ રૂપિયાની મદદ માગી છે.

મળતી માહિતી પ્રમાણે વાવાઝોડામાં અંદાજે 6643 કરોડ રૂપિયાની સાર્વજનિક સંપત્તિઓને નુકસાન થયું છે. આ ઉપરાંત પ્રભાવિત લોકોના રાહત અને બચાવ કાર્યોમાં 2692 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. રાજ્ય સરકાર અત્યાર સુધી આપત્તિ વ્યવસ્થાપન માટે જિલ્લા અને વિભાગોમાં 1357 કરોડ આપી ચુકી છે.

તોફાનથી 1.88 લાખ હેક્ટર ખેતી વિસ્તાર પ્રભાવિત થયોઃ ઓરિસ્સાના 20,367 ગામમાં થયેલા સર્વેમાં સામે આવ્યું છે કે તોફાનના કારણે 64 લોકોના મોત થયા છે. સાથે જ 12 લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. 2650 મોટા પ્રાણીઓ, 3632 નાના પ્રાણીઓ અને 53 લાખથી વધારે પક્ષીઓ પણ તોફાન બાદથી ગુમ છે.

12 લાખ લોકોને બચાવાયાઃ 20 વર્ષ પહેલા એટલે કે 1999માં આ પ્રકારનું સુપરસાઈક્લોન ઓરિસ્સા સાથે ટકરાયું હતું. ત્યારે અંદાજે 10 હજાર લોકો આ આપત્તિનો શિકાર બન્યા હતા. આ વખતે આગવી સર્તકતાને કારણે નુકસાન ઓછું થયું છે. કોઈ પણ અપ્રિય સ્થિતી સાથે લડવાની યુદ્ધસ્તરે તૈયારી કરવામાં આવી હતી. આ વખતે 12 લાખ લોકોને બચાવાયા હતા. 26 લાખ લોકોને મેસેજ કરીને તમામ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત 43 હજાર કર્મચારીઓ અને વોલન્ટિયર્સને પરિસ્થિતી સામે તૈયાર રહેવા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here