Tuesday, October 26, 2021
Homeઓલપાડના સાંધીયેર ગામે કેમિકલયુક્ત પાણી પીવાથી 51 ઘેટાં-બકરાંનાં મોત
Array

ઓલપાડના સાંધીયેર ગામે કેમિકલયુક્ત પાણી પીવાથી 51 ઘેટાં-બકરાંનાં મોત

સુરત: ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામે હળપતિ સમાજના શ્રમજીવી પરિવાર પશુપાલન થકી ગુજરાન ચલાવે છે. ઘેટાં બકરા ચરાવવા જતા ખેતરમાં શેરડીના પાકમાં પાણી ચાલતું હતું. 51 જેટલા ઘેટાં બકરાએ ખેતરનું પાણી પીધા બાદ અચાનક ટપોટપ મૃત્યુ પામતાં બનેલી ચોંકાવનારી ઘટનાએ વહીવટી તંત્ર દોડતું થયું હતું. જ્યારે ઘટના બાબતે પ્રાથમિક તારણ કેમિકલ યુક્ત પાણી પીવાથી મોત થયા હોવાનું કહેવાય છે.

ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામે આવેલા બાવા ફળિયામાં રહેતા લારૂબેન ગોમાનભાઈ રાઠોડ (45) તથા તેના ફળિયામાં રહેતા અન્ય હળપતિ સમાજના લોકો ઘેટાં બકરા ચરાવવાનું કામ કરી મજૂરી થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 14 જાન્યુઆરીના બપોરે 3.30 વાગ્યાના અરસામાં ભેગા મળી સાંધીયેર ગામથી મોરથાણ ગામ તરફ આવેલી સીમમાં બકરા ચરાવવા ગયા હતાં. ત્યારે સાંધીયેર ગામની સીમમાં મોરથાણ નાળ તરફ જવાના કાચા રસ્તા તરફ અહીં સાંધીયેર ગામે નવા ફળિયામાં રહેતા ખેડૂત જયંતીભાઈ મનસુખભાઇ પટેલનું ખેતર આવેલું છે. જેમાં તેમણે શેરડીનું વાવેતર કરેલ છે. જેમાં પાણી ચાલુ હોય જે પાણી ઘેટાં અને બકરાઓએ પીધું હતું. આમ ખેતરમાં છોડવામાં આવેલું પાણી પીવાની થોડીવારમાં ઘેટાં અને બકરા અલગ અલગ જગ્યાએ અચાનક તડફીને મોતને ભેટ્યા હતાં.

નાનાં મોટાં ઘેટાં બકરાં મળી કુલે 51 નંગ જેની કિંમત રૂપિયા 1,50,000 મરણ થવાની વાતે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર સહિતની ટીમે ઘટના સ્થળે આવી અચાનક મોટી સંખ્યામા ઘેટાં બકરાનું મોત થવાના કારણ બાબતે ઘેટાં બકરાના વિવિધ સેમ્પલો લેવા સાથે પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું, જ્યારે ઓલપાડ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે.

જે ચિન્હો દેખાઈ આવે છે અને પશુપાલકો જે કહી રહ્યા છે તે મુજબ બકરા અને ઘેટાં કોઈ ઝેરી વસ્તુ આરોગી હશે. ચારામાં કે પાણીમાં તો આવું થઈ શકે. જે બાબતે પીએમ કરવા સાથે ઘટનાના ચોક્કસ કારણ બાબતે અમે સેમ્પલ એફ.એસ.એલ માટે પોલીસને આપી દીધા છે. એફ.એસ. એલ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે, જ્યારે બકરાં અને ઘેટાં મરવાની ઘટનામાં કોઈ રોગચારો જવાબદાર નથી, અને રોગચારા જેવા કોઈ ચિન્હો પણ નથી દેખાયાં.
– ડો. હરિત ભટ્ટ, પશુ ચિકિત્સક અધિકારી, ઓલપાડ

લારૂબહેન રાઠોડના 8 લવારા તથા કાશીબહેન બચુભાઈ રાઠોડના 2, રમેશભાઈ ધનસુખભાઇ રાઠોડના નાના મોટા બકરી બકરા તથા લવારા અને ઘેટાં મળી કુલ 25, મનહરભાઈ મહાદેવભાઈ રાઠોડ ના કુલ 7, તથા ગુણવંતભાઈ સોમાભાઈ રાઠોડના 2, ટીનુબેન સુનિલભાઈ રાઠોડ ના 2, જમનાબેન ગણેશભાઈ વસાવા ના 1 બકરી, શ્રવણભાઇ રમેશભાઈ રાઠોડ ના કુલ 4, સંગીતાબેન છીતુભાઇ રાઠોડની 1 બકરી, મળી ફૂલે નાના મોટા બકરી બકરા તથા લવારા તેમજ ઘેટાં મળી કુલ 51.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments