ઓલપાડમાં યાર્નની ફેક્ટરીના ટોયલેટમાંથી બે દિવસની મૃત નવજાત બાળકી મળી આવી

0
49

સુરતઃ ઓલપાડના કરમલા ગામે આવેલી યાર્નની ફેક્ટરીમાં એક ગર્ભવતી મહિલા દ્વારા નવજાત બાળકીને મરણ ગયેલી હાલતમાં ટોયલેટના ટબમાં તરછોડી ભાગી ગઈ હતી. જેથી આ ઘટનામાં ફેક્ટરીના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકીને તરછોડી ગયેલી મહિલાની તપાસ હાથ ધરી છે.

મહિલાઓ પાસેથી સંતાષકારક જવાબ ન મળ્યો

ઓલપાડ તાલુકાના કરમલા ગામે ઓલપાડ સુરત રોડ પર આવેલ શબનમ પેટ્રોફિલ્સ પ્રા. લી નામની યાર્નની ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ક્રીશ્નાનાથ સુર્યનાથ તિવારી (ઉ.વ 49) રહે સવિત હાઉસ અમરોલી જે ઓફિસે આવ્યા હતા. ત્યારબાદ સફાઈ કામદાર જીતુભાઈ તથા સ્ટોર ઇન્ચાર્જ સંદીપ સિંઘ આવીને કહેલું કે કંપનીના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ટોયલેટના ટબમાં બે દિવસની નવજાત બાળકી મરણ હાલતમાં પડેલી છે. ત્યારે મેનેજર ક્રીશ્નાનાથે રૂબરૂ જઈને ચોકસાઈ કર્યા બાદ કંપનીના માલિક સાદ વાદ બકરીવાલાને જાણ કરતા તેમના દ્વારા કંપનીમાં કામ કરતી તમામ મહિલાઓને નવજાત બાળકી બાબતે પૂછતા કોઈ સંતોષ કારક જવાબ ન મળ્યો ન હતો.

છેલ્લા ટોયલેટમાં મૃત નવજાત બાળકી મળી

ઘટના બાબતે પોલીસને જાણ કરતા ઓલપાડ પોલીસના પી.એસ.ઈ બી.એચ.વાઘેલાએ ઘટના સ્થળે તપાસ કરી હતી. શબનમ ફેક્ટરીમાં આવેલા કોમન ટોયલેટના છેલ્લા ટોયલેટમાં કુદરતી હાજતે આવેલી કોઈ ગર્ભવતી મહિલાને કુદરતી હાજત વખતે મિસ ડીલવરી થઈ હોવાની શંકા છે. અને મિસ ડીલેવરીમાં નવજાત બાળકી ટોયલેટના ટબમાં પડેલ હોય અને તેને છુપાવવા સારું કોઈને કંઈ પણ જાતની જાણ કર્યા વિના નવજાત બાળકીને ટોયલેટના ટબમાં મરણ ગયેલ હાલતમાં મૂકી ચાલી ગઈ હોય શકે છે. પોલીસે એક અજાણી ગર્ભવતી મહિલા વિરુદ્ધ ઈ.પી.કો કલમ-318 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એક મહિના પહેલાં પણ નવજાત બાળકી મળી હતી

એકતરફ બેટીના જન્મને મહત્વ આપવા બેટી બચાવો નું અભિયાન ચલાવી જન જાગૃતિ ચલાવી રહી છે. ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં સાયણ ગામ ખાતે એક મહિના પહેલા કોમ્પલેક્ષની છત પર નવજાત બાળકીને તરછોડી દેવાની બનેલી ઘટના બાદ ફરીવાર નવજાત બાળકીનાને મૃત હાલતમાં તરછોડી દેવાની ઘટનાએ ચકચાર મચાવી છે.

ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ માં લઇ જવાઈ

નવજાત બાળકીનો ઓલપાડ પોલીસે કબજો લઈને ઓલપાડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ ઘટનામાં ઊંડાણપૂર્વકની તપાસ અર્થે મૃત નવજાતને સુરત સિવિલ ખાતે ફોરેન્સિક પી.એમ કરવા અર્થે મોકલ્યો છે. ત્યારે બાળકીના મોત પાછળનું કારણ જાણવા પોલીસ કાર્યવાહીમાં લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here