યુટિલિટી ડેસ્ક: ‘ઓલા’ અને ‘ફ્લિપકાર્ટ’ કંપની મોટી બેંકો સાથે ટાઈ અપ કરીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. આવતા અઠવાડિયે 15 કરોડ બેઝ ધરાવતી ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની ‘ઓલા’ સ્ટેટ બેન્ક સાથે પાર્ટનરશીપ કરીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી શકે છે. પહેલા વર્ષમાં ઓલા કંપની 10 લાખ કાર્ડ્સ રિલીઝ કરશે.
મોટેભાગે બેંક અને કંપની વચ્ચે થતાં એગ્રીમેન્ટમાં બેંક રિસ્ક એનાલિસિસ, પેમેન્ટ પ્રોસેસિંગ, ક્રેડિટ લાઈન મેનેજમેન્ટ અને સ્ટેટમેન્ટ પ્રોસેસિંગનું કામ કરે છે, જયારે મર્ચન્ટ પાર્ટનર એટલે કે કંપની માર્કેટિંગ, પ્રમોશન અને ડિસ્કાઉન્ટ પર ધ્યાન આપે છે. કંપની આ કાર્ડથી કસ્ટમર્સને આકર્ષિત કરવા માર્કેટ સ્ટાન્ડર્ડ કરતાં વધુ રિવોર્ડ આપશે. કંપનીનો હેતુ આ કાર્ડ મારફતે કસ્ટમર્સને વધુ સર્વિસ અને ડિજિટલ ઓનબોર્ડિંગ, રિયલ ટાઈમ મેનેજમેન્ટ અને ઇન્સ્ટન્ટ રિવોર્ડ જેવી સુવિધા આપવા માગે છે.
ફ્લિપકાર્ટ અને ઓલા હાલ ક્રેડિટ અન્ડરરાઇટિંગ મોડેલ તૈયાર કરી રહી છે. આનાથી એવા કસ્ટમર્સને ક્રેડિટ આપવામાં મદદ મળશે જેની કોઈ ક્રેડિટ હિસ્ટ્રી નથી. ફ્લિપકાર્ટ કંપની કસ્ટરમરની લોન ભરવાની કેપેસિટિનું અનુમાન લગાવવા માટે 500-1000 ડેટા પોઇન્ટ ટ્રેક કરી રહી છે. ત્યારબાદ આ ડેટા પોઇન્ટને વધુ સારા ક્રેડિટ સ્કોરિંગ માટે બેંકને આપવામાં આવશે. ફ્લિપકાર્ટ એક્સિસ અથવા એચડીએફસી બેંક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી શકે છે.
ઓક્ટોબર 2018માં ‘એમેઝોન પે’એ આઈસીઆઈસીઆઈ બેંક સાથે ટાઈ અપ કરીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું હતું. તેમાં એમેઝોન ઇન્ડિયાના કસ્ટમર્સને રિવોર્ડ અને બેનિફિટ મળે છે.