Saturday, September 25, 2021
Homeઓલા એ લાયસન્સ ની શરતો તોડી, કેબ સર્વિસ પર 6 મહીનાનો પ્રતિબંધ
Array

ઓલા એ લાયસન્સ ની શરતો તોડી, કેબ સર્વિસ પર 6 મહીનાનો પ્રતિબંધ

બેંગલુરું: ઓલાની કેબ સર્વિસ પર બેંગલુુરુમાં 6 મહીનાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ દરમિયાન બાઈક, ઓટો કે કેબ ઓપરેટ કરી શકાશે નહિ. ત્યાંના પરિવહન વિભાગે તેની પર બેન લગાવ્યો છે. કાર્યવાહીનું કારણ જણાવતા એક અધિકારીએ કહ્યું કે ઓલા બાઈક પણ ઓપરેટ કરી રહી હતી. જયારે કંપની પાસે માત્ર ફોર-વ્હીલરનું જ લાઈસન્સ છે.

ઓલાની કેટલીક બાઈક્સ પણ જપ્ત કરવામાં આવી

નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે 6 મહીના સુધી ઓલાનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ગત મહીને ઓલાની કેટલીક બાઈક્સ જપ્ત કરવામાં આવી હતી.
ઓલાએ પરિવહન વિભાગના આદેશને અયોગ્ય ગણાવતા કહ્યું કે તે આ અંગે સમાધાન થાય તે માટેના વિકલ્પો શોધી રહી છે. જથી પાર્ટનર ડ્રાઈવર તેમનું કામ ચાલું રાખે.

ઓલા ભારતના 100 શહેરોમાં કારોબાર કરે છે. ભારતના બજારમાં ઉબર તેની સૌથી મોટી પ્રતિસ્પર્ધી છે. ઓલા બીજા દેશોમાં પણ કારોબારની વિસ્તાર કરી રહી છે. સપ્ટેમ્બર 2018માં તેણે યુકેમાં સેવાઓ શરૂ કરી હતી. તેના 6 મહીના પહેલા ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ શરૂ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments