ઓવૈસીએ પૂછ્યુઃ દેશની 41% સંપત્તિ હિંદુ સવર્ણો પાસે, ક્યા રોકવામા આવે છે આ નાણાં?

0
28

હૈદરાબાદથી સાંસદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, દેશની 41 ટકા સંપત્તિ સવર્ણોની પાસે છે, જે તેમની આબાદી કરતા બેગણી છે. ઓવૈસીએ એવું પણ કહ્યું હતું કે, મુસ્લિમોની આબાદી 12 ટકા છે, પરંતુ તેમની સંપત્તિ માત્ર 8 ટકા જ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આખરે આ નાણા ક્યાં રોકવામાં આવે છે. આ નાણાને રાજકીય પાર્ટીઓનું સંરક્ષણ મળેલું છે, કારણ કે તેમણે ચૂંટણી લડવાની હોય છે. ઓવૈસીએ એક ઈવેન્ટમાં ચૂંટણી ફંડનો મુદ્દો ઉઠાવતા ચૂંટણી આયોગ પાસે NGO અને કોર્પોરેટ દ્વારા આપવામાં આવતા ડોનેશન પર બેનની માગ કરી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, એક પ્રયોગસિદ્ધ ડેટા અનુસાર, હિંદુ સવર્ણોની પાસે દેશની કુલ 41 ટકા સંપત્તિ છે, જે તેમની જનસંખ્યા 22.28 ટકા કરતા બે ગણી છે. ત્યારબાદ ધનનો બીજો મોટો હિસ્સો OBC સમુદાયની પાસે છે, તેમની પાસે 31 ટકા સંપત્તિ છે, તે તેમની વસતી 35.66 ટકા કરતા ઓછી છે.

ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે, મુસ્લિમો પાસે માત્ર 8 ટકા સંપત્તિ છે, જ્યારે તેમની જનસંખ્યા 12 ટકા છે. તેમજ SC અને STની પાસે માત્ર 11.3 ટકા સંપત્તિ છે, જ્યારે તેમની જનસંખ્યા 27 ટકા છે. ઓવૈસીએ સવાલ કરતા કહ્યું હતું કે, આ પૈસા ક્યાં રોકવામાં આવી છે? પૈસા એવી જગ્યાએ હોય છે, જ્યાં રાજકીય પાર્ટીઓનું સંરક્ષણ હોય છે કારણ કે તેમણે ચૂંટણી લડવાની હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here