Tuesday, December 7, 2021
Homeઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડકપ માટે મળ્યો સૌથી ઘાતક કોચ, વિશ્વની ટીમ માટે એક...
Array

ઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડકપ માટે મળ્યો સૌથી ઘાતક કોચ, વિશ્વની ટીમ માટે એક અઘરો કોયડો છે આ ખેલાડી

રિકી પોન્ટીંગનું નામ સામે આવતા જ 2003નો વિશ્વ કપ યાદ આવી જાય. ભારત અને ઓસ્ટ્રેલિયાનો એ ફાઈનલ મુકાબલો જેને યાદ કોઈ નથી કરવા માગતું, પણ મગજમાંથી ભૂલી પણ નથી શકાતો. 1983 બાદ ભારતીય ટીમને પહેલીવાર લાગ્યું હતું કે સૌરવ ગાંગુલીની આગેવાનીમાં વર્લ્ડ કપ ભારતના હાથમાં હશે. ફરી વાર ભારત વર્લ્ડ કપ જીતશે. પણ ભારત જીતી ન શક્યું તેની પાછળનું કારણ રિકી પોન્ટીંગ જ હતો. તેડુલકર ફુલ ટુ ફોર્મમાં ચાલતો હોવા છતા અને વિશ્વકપમાં સૌથી વધુ રન ફટકાર્યા હોવા છતા તે કંઈ કરી ન શક્યો. ગ્લેન મેગ્રાની ઓવરમાં માત્ર 4 રનમાં તેડુલકરને પવેલિયન પરત ફરવું પડેલું.

એ મેચમાં ટીમના કેપ્ટને 140 રન ફટકાર્યા હતા. અને 8 ગગનચૂંબી સિક્સરો મારી હતી. એ ખેલાડીના હાથમાં હવે ઓસ્ટ્રેલિયાની કમાન આવી છે. હવે ઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડકપ જીતાડવાની જવાબદારી રિકી પોન્ટીંગને આપવામાં આવી છે. એ ટીમનો આસિસ્ટંન્ટ કોચ બન્યો છે. ડેવિડ સિકર ઓસ્ટ્રેલિયાની ટીમમાં બોલિંગ કોચ હતા. અને એક દિવસ પહેલા જ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું. તેમની જ જગ્યાએ પોન્ટીંગને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમનો હિસ્સો બની તે ઘણા જ ખુશ થયા છે. એ પહેલા પણ વનડે અને ટ્વેન્ટી ફોર્મેટ માટે ટીમને કોચિંગ આપી ચૂક્યા છે. પણ વિશ્વકપ માટે કોઈ પણ ભૂતપૂર્વ ખેલાડીને જોઈન થવું એક સ્વપ્ન સમાન હોય છે. પોન્ટીંગ પાસે ક્રિકેટનો ખૂબ મોટો અનુભવ છે. એક ખેલાડીના રૂપે તેમણે ઓસ્ટ્રેલિયા માટે 375 મેચ રમ્યા. 5 વિશ્વકપમાં તેઓ ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હતો. 3 વિશ્વ કપ તો તેમણે ખૂદ કેપ્ટનના રૂપે પોતાની ટીમને જીતાવ્યા. અને આ કારણે જ તેઓ ટીમમાં મહત્વની ભૂમિકામાં પરત ફર્યા છે. રિકી પોન્ટીંગ ટીમ સાથે જોડાતા પહેલા આઈપીએલમાં દિલ્હીની ટીમ ડેરડેવિલને કોચિંગ આપશે. જે પછી તેઓ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે જોડાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments