Tuesday, December 7, 2021
Homeકાયદા મંત્રાલયે કહ્યું- હાઈકોર્ટના દરેક જજની પાસે 4,419 કેસ પેન્ડિંગ
Array

કાયદા મંત્રાલયે કહ્યું- હાઈકોર્ટના દરેક જજની પાસે 4,419 કેસ પેન્ડિંગ

નવી દિલ્હીઃ  કાયદા મંત્રાલયનું કહેવું છે કે 2018ના અંત સુધી હાઈકોર્ટે દરેક જજની પાસે 4,419 પેન્ડિંગ કેસ છે. નીચલી કોર્ટમાં આ સંખ્યા પ્રતિ જજ 1,288 છે. નેશનલ ડેટા ગ્રિડના રિપોર્ટ મુજબ 24 હાઈકોર્ટમાં 47.68 લાખ મામલાઓ પેન્ડિંગ છે. જ્યારે જિલ્લા અને અન્ય કોર્ટમાં 2.91 કરોડ કેસ પેન્ડિંગ છે. તેમાં તેલંગાનાની રિપોર્ટ સામેલ નથી. અહીં 1 જાન્યુઆરીથી હાઈકોર્ટે કામ શરૂ કર્યું છે. આ ડેટા સંસદીય કામકાજ માટે એકઠાં કરાયા હતા.

કોર્ટ જજની ઘટતી સંખ્યાઓનો સામનો કરે છે- રિપોર્ટ
  • રિપોર્ટમાં કહેવાયું છે કે કોર્ટ જજની ઉણપનો સામનો કરે છે. અન્ય કોર્ટમાં જજોની કુલ સ્વીકૃત પદ 22,644 છે, જ્યારે ત્યાં 17,509 જજ કામ કરી રહ્યાં છે. 5,135 પદ ખાલી છે.
  • હાઈકોર્ટ્સમાં જજની સ્વીકૃત પદોની સંખ્યા 1,079 છે. જેમાં કામ કરી રહેલાં જજોની સંખ્યા 695 છે. કુલ 384 પદ ખાલી છે, જેને તાત્કાલિક પ્રભાવથી ભરાવવા જરૂરી છે.
કાયદા મંત્રીએ કહ્યું, નીચલી કોર્ટમાં ભર્તી કરે ચીફ જસ્ટિસ
  • કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે હાઈકોર્ટના ચીફ જસ્ટિસોને કહ્યું કે નીચલ કોર્ટમાં ન્યાયિક અધિકારીઓની નિમણૂંકની પ્રક્રિયા તેજ કરવામાં આવે. તેમનું કહેવું છે કે જજોની ઉણપનું મુખ્ય કારણ ભર્તી પ્રક્રિયામાં નિરસ્તતા છે.
  • કાયદા મંત્રીએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આગ્રહ કર્યો કે નીચલ કોર્ટમાં ભર્તી માટે સમયબદ્ધ રીતે પરીક્ષા અને સાક્ષાત્કારનું આયોજન કરવામાં આવે. તેનાથી અવરોધ દૂર કરવામાં સહાયતા મળશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments