Monday, October 18, 2021
Homeઓસ્ટ્રેલિયા : ભારતીય મૂળની ડેન્ટિસ્ટ યુવતીની હત્યા, સુટકેસમાંથી મૃતદેહ મળ્યો; એક્સ બોયફ્રેન્ડનું...
Array

ઓસ્ટ્રેલિયા : ભારતીય મૂળની ડેન્ટિસ્ટ યુવતીની હત્યા, સુટકેસમાંથી મૃતદેહ મળ્યો; એક્સ બોયફ્રેન્ડનું સડક દુર્ઘટનામાં મોત

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય મૂળના બે ડોક્ટરોની હત્યા સિડની પોલીસ માટે મર્ડર મિસ્ટ્રી બની ગઇ છે. થોડાં દિવસો પહેલાં ભારતીય મૂળની ડેન્ટિસ્ટ પ્રીતિ રેડ્ડી અચાનક ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ તેનું શબ એક સૂટકેસમાંથી મળી આવ્યું છે. જ્યારે તેનો એક્સ બોયફ્રેન્ડ ડૉ. હર્ષવર્ધન નાર્દેનું મોત સંદિગ્ધ હાલતમાં એક કાર અકસ્માતમાં થયું હતું.

પ્રીતિ ઘરે પરત નહીં ફરતા રવિવારે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ તેની શોધ કરી રહી હતી આ દરમિયાન જ તેઓને એક કારની અંદર સૂટકેસા રાખી હોવાની જાણકારી મળી. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો તેઓને સૂટકેસની અંદર પ્રીતિ રેડ્ડીની લાશ મળી.
સિડની પોલીસનું કહેવું છે કે, પ્રીતિ પર અનેકવાર ધારદાર હથિયારોથી હુમલો થયો, તેના શરીર પર વાગ્યાના નિશાન મળ્યા છે. પ્રીતિ ગત રવિવારથી સંદિગ્ધ હાલતમાં ગુમ થઇ હતી છે. અંતિમ વખત તેણે પરિવાર સાથે એ સમયે વાત કરી જ્યારે તે બ્રેકફાસ્ટ કરવા એક રેસ્ટોરાંમાં ગઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ જપ્ત કરી લીધા છે અને તપાસ ચાલી રહી છે.
બીજી તરફ, પ્રીતિ રેડ્ડીના એક્સ બોયફ્રેન્ડ ડૉ. હર્ષવર્ધન નાર્દેનું પણ સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું છે. તેની BMW કાર ન્યૂ ઇંગ્લેન્ડ હાઇવે વિલો ટ્રી પર ક્રેશ થયેલી હાલતમાં મળી આવી. પ્રાથમિક તપાસ અનુસાર, અકસ્માત થતાં જ કાર સળગી ગઇ અને તેનું મોત થયું.
પોલીસનું કહેવું છે કે, ડોક્ટર હર્ષવર્ધન સિડની આવ્યા હતા, તેમનું અંતિમ લોકેશન સિડનીની એક હોટલમાં જ મળ્યું હતું. પ્રીતિ રેડ્ડી અને હર્ષવર્ધન વચ્ચે શું વાતચીત થઇ અને મુલાકાત દરમિયાન શું થયું તેની તપાસ ચાલી રહી છે.
5.પ્રીતિ અને હર્ષવર્ધનના નજીકના મિત્રોનું કહેવું છે કે, બંનેની વચ્ચે સંબંધોમાં તણાવ આવી ગયો હતો. થોડાં સમય પહેલાં જ બંનેનું બ્રેકઅપ થયું હતું. પોલીસને આશંકા છે કે, હર્ષવર્ધન કદાચ તેને મનાવવા માટે સિડની આવ્યા હતા, જ્યાં તેઓની વચ્ચે વિવાદ થયો. ત્યારબાદ પ્રીતિ ગુમ થઇ ગઇ હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments