Sunday, October 17, 2021
Homeઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલાં વનડેમાં રાયડુની એકશન સંદિગ્ધ, 14 દિવસમાં બોલિંગ ટેસ્ટ આપવી...
Array

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલાં વનડેમાં રાયડુની એકશન સંદિગ્ધ, 14 દિવસમાં બોલિંગ ટેસ્ટ આપવી પડશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝની પહેલી વનડેમાં બોલિંગ એકશન સામે વાંધો ઉઠાવ્યો છે. ICCએ રવિવારે સત્તાવાર નિવેદનમાં આ અંગેની જાણકારી આપી. ભારતીય ટીમ પ્રબંધનને સત્તાવાર મેચ રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે. જેમાં 33 વર્ષના રાયડૂની બોલિંગ એકશન પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ICC નિયમો અંતર્ગત ટેસ્ટ લેવાશે
  • રાયડુને 14 દિવસની અંદર પોતાની બોલિંગ એકશનની ટેસ્ટ આપવી પડશે. આ સમય દરમિયાન રાયડુને ઈન્ટરનેશનલ મેચમાં બોલિંગની મંજૂરી નહીં મળે. રાયડુની બોલિંગ એકશનને હવે વનડે અને ટી 20માં લાગુ ICC નિયમો અંતર્ગત પારખવામાં આવશે.

  • ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રાયડૂએ બે ઓવર ફેંકી અને 13 રન આપ્યાં હતા.  તેની બોલિંગ પર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ બે ચોગ્ગા ફટકાર્યાં હતા. ભારતીય ટીમ આ મેચ 34 રને હારીને સીરીઝમાં 0-1થી પાછળ છે. સીરીઝની બીજી મેચ 15 જાન્યુઆરીએ એડિલેડમાં રમાશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments