કંગના રનૌત વિરુદ્ધ પોલીસે કડક પગલાં ન ભર્યા માટે આદિત્ય પંચોલીએ બીજી વખત એફઆઈઆર દાખલ કરાવી

0
42

બોલિવૂડ ડેસ્ક: કંગના રનૌત અને આદિત્ય પંચોલી વચ્ચેનો વિવાદ ફરીવાર શરૂ થઇ ગયો છે. આદિત્યએ ફરીવાર કંગના, તેની બહેન રંગોલી ચંદેલ અને તેના વકીલ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવી છે. પંચોલીની આરોપ છે કે, પોલીસે તેની પહેલી ફરિયાદ પર કોઈ એક્શન નથી લીધા. માટે તેણે બીજીવાર 30 મેના રોજ ફરીવાર ફરિયાદ દાખલ કરાવી છે.

આદિત્યનું કહેવું છે કે, તેણે કંગના, રંગોલી અને તેના વકીલ વિરુદ્ધ 12 મેના રોજ પોલીસ ફરિયાદ રજીસ્ટર કરાવી હતી. તે ફરિયાદમાં પંચોલીએ કહ્યું હતું કે, કંગનાના વકીલે તેને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. વકીલની આ ધમકીનો એક વીડિયો પંચોલીએ તેને પોલીસને કરેલી ફરિયાદ સાથે આપ્યો હતો. પરંતુ પોલીસે કંગના અને તેના વકીલ વિરુદ્ધ કોઈ એક્શન નથી લીધા. આદિત્ય પંચોલીનું કહેવું છે કે, પોલીસને બીજીવાર ફરિયાદ વિશે યાદ કરાવા માટે મેં ફરી એકવાર ફરિયાદ દાખલ કરાવી છે.

આ છે આખો મામલો
થોડા સમય પહેલાં કંગનાએ પોલીસ ફરિયાદ કરી હતી કે 13 વર્ષ પહેલાં આદિત્યએ તેની સાથે મારપીટ કરી હતી. તેણે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ઈ-મેઈલ દ્વારા મારપીટ અને શોષણનો કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ આદિત્યએ કંગનાની ફરિયાદને ખોટી ગણાવી તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી.

આદિત્યએ કહ્યું હતું કે, ‘મેં કંગના પર માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. તે જ કેસ પાછો ખેંચવા માટે કંગનાના વકીલે મને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી. ઉપરાંત મારી વિરુદ્ધ કરેલી મારપીટની જે ફરિયાદ દાખલ કરી છે તે પણ આનો જ હિસ્સો છે. મારા પર લગાવેલા દરેક આરોપ પાયાવિહોણા છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here