Friday, August 12, 2022
Homeકંડલા ઝોન પાછળથી 50 હજારના શરાબ સાથે 4 પકડાયા
Array

કંડલા ઝોન પાછળથી 50 હજારના શરાબ સાથે 4 પકડાયા

- Advertisement -

કંડલાના ઇકોનોમિક ઝોન પાછળના ભાગે બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન હરિયાણા થી રૂ.22 લાખની કીંમતની ચોખાની બોરીઓની આડમાં રૂ.49,800 ની કિંમતનો ભારતીય બનાવટના અંગ્રેજી શરાબ નો જથ્થો ટ્રેઇલર મારફત ઘૂસાડી રહેલા ચાર શખસોને પકડી લઇ ટ્રેઇલર અને બે મોબાઇલ સહિત કુલ રૂ.47,57,800 નો મુદ્દામાલ કબજે કરી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે બીડિવિઝન પોલીસમથકના પીઆઇ ડી.વી.રાણાએ વિગતો આપતાં જણાવ્યુ઼ હતું કે, તેમની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમીયાન બાતમી મળી હતી કે હરિયાણા તરફથી એચઆર-55-ઇ-8140 નંબરના ટ્રેઇલરમાં શરાબ નો મોટો જથ્થો લઇ ડ્રાઇવર અને ક્લીનર કંડલા ઇકોનોમિક ઝોન તરફ આવી રહ્યા છે અને આ શરાબનો જથ્થો ઝોન પાછળ આવેલી અવાવરૂ જગ્યા પર ગાંધીધામ રહેતા ગૌરવ અશોકભાઇ ગોસીયા અને સતિષ ધરન્નપા પુજારીને ડીલીવરી કરવાના છે. આ બાતમીના આધારે ગોઠવેલી વોચ દરમીયાન બાતમી મુજબના નંબરનું ટ્રેઇલર ઉભું રહેતા દરોડો પાડ્યો હતો જેમાં યુપીના ગાઝીયા બાદ રહેતા જશવીરસીંઘ ચનનસિંઘ સિંઘ ,પંજાબના જલંધર ખાતે રહેતા ગુરૂપ્રીતસિંઘ ભગવાનદાસ દાસ, ગૌરવ અશોકભાઇ ગોશીયા અને સતિષ ધરન્નપા પુજારીને પકડી લઇ ટ્રેઇલરની તલાશી લેતાં આ ટ્રેઇલરમાં ચોખાની બોરીઓ નીચે સંતડેલો રૂ.49,800 ની કિંમતનો શરાબ-બિયરનો જથ્થો મળી આવતાં રૂ. 22,00,000 ની કિંમતના 31 ટન ચોખા, રૂ.25,00,000 ની કિંમતનું ટ્રેઇલર તથા રૂ.8,000 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂ.47,57,800 નો મુદ્દામાલ કબજે કરી ચારે આરોપીઓની ધરપકડ કરી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સાથે એએસઆઇ કિર્તી ગેડીયા, ગલાલ પારગી, લાખા ઘાંઘર, માલદે વાળા, રાજદિપસિંહ ઝાલા, જગદિશ સોલંકી, ભરતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ પરમાર તથા તાલીબભાઇ સહીતનો સ્ટાફ જોડાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular