Wednesday, December 8, 2021
Homeકંધાર અપહરણનો માસ્ટર માઈન્ડ અને પુલવામાનો પાપી મુફ્તી અઝહરની ધરપકડ
Array

કંધાર અપહરણનો માસ્ટર માઈન્ડ અને પુલવામાનો પાપી મુફ્તી અઝહરની ધરપકડ

ઇસ્લામાબાદઃ પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મહના ઓપરેશનલ ચીફ અને મસૂદ અઝહરના ભાઇ મુફ્તી અબ્દુલ રૌફ અસગરની પાકિસ્તાન સરકારે ધરપકડ કરી છે. પાકિસ્તાનમાં મંગળવારે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ભાઇ અને દીકરા સહિત 44 આતંકીઓની ધરપકડ થઇ હતી. અબ્દુલ અસગર પુલવામા હુમલાનો આરોપી છે. પાકિસ્તાન સરકારે આતંકી ડિટેન્શન એક્ટ – 1997 હેઠળ મુંબઇ હુમલાના આરોપી આતંકી હાફિઝ સઇદના સંગઠનો જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કોણ છે મુફ્તી અબ્દુલ રૌફ અસગર?
મુફ્તી અબ્દુલ રૌફ અસગરએ માત્ર 24 વર્ષની ઉંમરે 1999માં ભારતીય એરલાઇન્સની કોમર્શિયલ ફ્લાઇટ IC-814ને હાઇજેક કરવાનો પ્લાન બનાવ્યો હતો. મુફ્તી આ પ્લાનનો માસ્ટરમાઇન્ડ છે. કંધાર પ્લેન હાઇજેકના કારણે આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર્સના જીવ બચાવવા માટે ભારતે જૈશના ચીફ મસૂદ અઝહરને છોડવો પડ્યો હતો.
કંધાર હાઇજેક બાદ મુફ્તી અસગર ભારતના ટોપ મોસ્ટ વોન્ટેડ આતંકીઓના લિસ્ટમાં સામેલ થઇ ગયો. 2001થી ભારતમાં જૈશના જેટલાં પણ આતંકી હુમલાઓ થયા છે તેમાં અઝહરના ભાઇના રોલ સૌથી મહત્વનો છે. 2001માં જમ્મુ-કાશ્મીર એસેમ્બલી અને સંસદમાં થયેલો ફિદાયીન હુમલો, 2016માં પઠાણકોટ IAF બેઝ હુમલો, નાગોરા અને કઠુઆ કેમ્પમાં હુમલો અને હાલમાં જ 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં ભારતીય CRPFના 44 જવાનોની શહીદી, આ તમામ આતંકી હુમલાઓ મસૂદ અઝહરના ઇશારે થયા છે, પણ તેનો માસ્ટરમાઇન્ડ મુફ્તી અસગર છે.
અઝહર બીમાર, નિર્ણયો અસગરના
ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી અનુસાર, જૈશના ચીફ મસૂદ અઝહરની બીમારી બાદ જૈશના તમામ મોટાં નિર્ણયો લે છે. જ્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફના હત્યાના કાવતરાં બાદ જૈશના તમામ આતંકીઓ અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા તે સમયે મુફ્તી અસગર હતો જેણે સંગઠનને ફરીથી શરૂ કરવાના પ્રયત્નો કર્યા. તે અફઘાનિસ્તાન જઇને તાલિબાનીઓને મળતો હતો.
મુફ્તી હંમેશાથી ભારતમાં થતાં ફિદાયીન હુમલાની જવાબદારી સ્વીકારવા અને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેવાના કારણે જાણીતો છે. રંગનૂર.કોમ પર રિલીઝ થયેલા એક વીડિયોમાં અસગરે દાવો કર્યો હતો કે, તેણે ડિસેમ્બર 2017માં પઠાણકોટ હુમલો કરાવ્યો હતો. બવાલપુર મસ્જિદમાં એક સભાના સંબોધન સમયે મુફ્તીએ કીધું હતું કે, તેણે પઠાણકોટ અને નાગરોતા હુમલાઓ કરાવ્યા હતા. આ સંબોધનમાં અસગરે એવો દાવો પણ કર્યો હતો કે, તે આગામી મહિનાઓમાં પઠાણકોટમાં વધુ ઘાતકી હુમલો કરાવશે.
PoKમાં મુફ્તી અસગરના આતંકી કેમ્પ
મુફ્તી અસગર હાલ PoKમાં ચાલતા આતંકી કેમ્પનો ઇનચાર્જ છે, આ ઉપરાંત તેના બાલાકોટમાં પણ કેમ્પ છે. જ્યાં ભારતીય એરફોર્સે ગત અઠવાડિયે એરસ્ટ્રાઇક કરી હતી. આ સિવાય મનશેરા અને મુઝફરાબાદમાં પણ તેના કેમ્પ છે. તે JeMમાં ભરતી થયેલા આતંકીઓને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે, પાકિસ્તાન સરકાર અને ISIS સાથે કામકાજી સંબંધો પણ ધરાવે છે અને JeMના પ્રોપગન્ડા મટિરિયલ્સને ઓડિયો અને વીડિયો ક્લિપમાં તૈયાર પણ કરે છે. JeM માટે ફંડ એકઠું કરવાનું અને અન્ય આતંકી જૂથો સાથે સતત સંપર્કમાં રહેવાનું મુખ્ય કામ મુફ્તી અસગર જ કરતો હોય છે.
આતંકી મસૂદ અઝહર ઉપરાંત ભારત હવે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના લિસ્ટમાં મુફ્તી અસગરના નામનો સમાવેશ થાય તેવો પણ પ્રસ્તાવ મુકી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અસગર નિયમિત રીતે પાકિસ્તાનના બાલાકોટ આતંકી કેમ્પની મુલાકાત લેતો રહે છે, જેથી કેમ્પમાં ભરતી થયેલા આતંકીઓને પ્રોત્સાહિત કરી શકે અને કંટ્રોલ રૂમથી નક્કી કરાયેલા હુમલાઓ પર નજર રાખી શકે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments