કઈ ચૅનલ પર કેટલું બિલ આવશે તે જાણવું હોય તો ડાઉનલોડ કરો TRAIની ઍપ

0
62

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ DTH અને Cable TVના સબ્સક્રાઇબર્સની સુવિધા માટે એક વેબ એપ્લિકેશન લોન્ચ કરી છે, જેની મદદથી પોતાના સબ્સક્રિપ્શન પેક્સ  અને તેની કિંમતોની વિશે જાણી શકશે. TRAની આ પહેલ 2 ફ્રેબુઆરીથી લાગૂ થનારા નવા ટેરિફ પ્લાનના લાગૂ થયા પહેલા દર્શકોની મૂંઝવણને દૂર કરવા માટે શરૂ કરવામાં આવી છે. સબ્સક્રાઇબર્સને એપ્લિકેશન પર પોતાની પંસદની તમામ પેડ ચેનલ, ફ્રી ટૂ એર ચેનલ્સ, SD ચેનલ્સ, HD ચેનલ્સ અને અનિવાર્ય ચેનલ્સને પસંદ કરવી પડશે, જે પછી એપ આ સબ્સક્રાઇબર્સ તેમની ટીવી બિલ વિશે જાણકારી આપશે, આ સિવાય  એપ્લિકેશન તેમ પણ જણાવશે કે કઇ રીતે ટીવીનું બિલ ભરી શકાય.


ચેનલોનું સિલેક્શન શોપિંગ કાર્ટની જેમ:

TRAIએ જણાવ્યુ કે, આ આખી પ્રક્રિયા શોપિંગ કાર્ડ જેવી છે. તમે જે પસંદ કરશો તેના અંતમાં ફાઇનલ પ્રાઇઝ દર્શાવવામાં આવશે, વળી સબ્સક્રાઇબર્સ પ્રોસેસ પૂરી કરી દેશે તે પછી તેમની પાસે સિલેક્શન પ્રિન્ટ કરવાનો પણ ઓપ્શન હશે, તે પોતાના સર્વિસ પ્રોવાઇડરને તે મોકલી દેશે તો તેમનુ કામ સરળ થઇ જશે. તમે આ એપ https://channel.trai.gov.in/ લિંક પરથી મેળવી શકશો.

આટલું પસંદ કરવાનું રહેશે:

તમે ક્યાં રહો છો, તમે કઇ ભાષા જોવા માંગો છો અને મ્યૂઝિક, ન્યૂઝ, સ્પોર્ટ, ઇન્ફોટેઇનમેન્ટ વગેરે સહિત કેવું કન્ટેન્ટ જોવામાં તમને રસ છે, ચેનલ ક્વોલિટી વગેરે અનેક ઓપ્શન્સ આપવામાં આવ્યા છે, જે તમારૂ કામ સરળ કરી દેશે. ઉલ્લેખનીય છે કે, DDની ચેનલો, લોકસભા ટીવી, રાજ્યસભા ટીવી સહિતને 25 ચેનલો ફરજિયાત છે. TRAIએ જણાવ્યુ કે, અત્યારે 534 ચેનલ છે, જેમાંથી 100 નલ બેઝ પેકમાં શામેલ કરવામાં આવશે. આના કરતા વધારે ચેનલ લેશો તો નેટવર્ક કેપેસિટી ફી ચૂકવવી પડશે. અત્યારે તે ફી 154 રૂપિયા (130+GST) ચૂકવવાના રહેશે જેમાં 100 બેઝ ચેનલ્સ મળશે. આ ઉપરાંત કોઈ ચેનલ લેવી હશે તો પ્રતિ ચેનલ 20થી 25 રૂપિયા થશે. નવો પ્લાન ફેબ્રુઆરીથી અમલમાં મૂકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here