Tuesday, December 7, 2021
Homeકચ્છમાં સફેદ રણના ધોરડો ટેન્ટ સિટીમાં આગ, 8 તંબુ બળીને ખાખ, FSL...
Array

કચ્છમાં સફેદ રણના ધોરડો ટેન્ટ સિટીમાં આગ, 8 તંબુ બળીને ખાખ, FSL તપાસમાં

ભુજ: જયાં દેશ-વિદેશના સેંકડો પ્રવાસીઓ આવી રહ્યા છે એ ધોરડોની ટેન્ટસિટીમં શુક્રવારની રાત્રે એકાએક આગ ભભુકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઇ હતી. ત્યારે આ આગ શા કારણે લાગી તે જણાવા માટે એફએસએલ નિષ્ણાતાએ તપાસમાં ઝંપલાવ્યું છે. દરમિયાન ટેન્ટસિટીના સંચાલકોએ ખાવડા પોલસ મથકે નોંધાવેલી જાણવાજોગમાં 8 ટેન્ટ બળીને ખાખ થવા સાથે 5 લાખ રૂપિયાની નુકશાની થયાનું દર્શાવ્યું છે.

ખાવડા પોલીસ મથકના પીએસઆઇ એન.જે.સરવૈયાએ આપેલી વિગત અનુસાર શુક્રવારે રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં બી કલ્સટરમાં એકાએક જોરદાર આગ ભભુકી ઉઠી હતી. સ્થાનિકે ફાયર ફાઇટર તૈનાત હોતાં આગ પર તત્કાળ કાબુ મેળવી લેવાયો હતો. શનિવારે ભુજથી એફએસએલની એક ટીમ આગના કારણો જાણવા માટે તપાસાર્થે આવી હતી. આ ટીમે પ્રાથમિક તબક્કે તો શોર્ટસર્કીટથી આગ લાગી હોવાની પ્રબળ સંભાવના દર્શાવી છે. તપાસ અહેવાલ બાદ જ આગ લાગ્યાનું સાચું કારણ સામે આવશે.

કલેકટર રેમ્યા મોહને આ બાબતે જણાવ્યું કે આગની આ ઘટના પર તંત્રે સતત મોનીટરીંગ રાખ્યું હતુ઼. જે પ્રવાસીઓનો માલસામાન બળી ગયો છે. તેમને નુકશાની વળતર ચુકવવા માટે લાલુજી એન્ડ સન્સને આદેશ કરી દેવાયો છે. અને મોટાભાગના ટુરિસ્ટને વળતર ચુકવીય દેવાયું છે.

લલુજી એન્ડ સન્સના ભાવીકભાઇએે જણાવ્યું કે આગની ઘટના પછી પ્રવાસીઓ માટે વૈકલ્પીક ટેન્ટની વ્યવસ્થા રાત્રેજ કરી દેવાઇ હતી. તો નિયમ મુજબનું નુકશાની વળતરે઼ ચુકવી દેવાયું_છે. ટેન્ટસિટીનો વીમો ઉતરાવેલ હોઇ વેલલ્યુઅર પાસે નુકશાની વેલ્યુ કરી કલેઇમ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments