કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, સંશોધકોનાં મતે ગમે ત્યારે આવી શકે છે ભયાનક ધરતીકંપ

0
0
ભૂસ્તરશાસ્ત્રીઓએ સંશોધન બાદ એક ચોંકાવનારી વાત કરી છે.

કચ્છ : કચ્છમાં આજે વહેલી સવારે 6.47 મિનિટે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રિય બિન્દુ ભચાઉ, કચ્છથી 23 કિમી દૂર છે. આ કારણે સૂતા લોકો પણ જાગીને ઘરની બહાર દોડી આવ્યાં હતા. મહત્વનું છે કે, ભૂસ્તરશાસ્ત્રીઓએ સંશોધન બાદ એક ચોંકાવનારી વાત કરી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે, કચ્છમાં એક મોટો ભૂકંપ ગમેત્યારે આવી શકે છે.

 ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવતા મોટો ભૂકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નૂકસાન થવાનો અંદાજો છે.

નોંધનીય છે કે, કચ્છ યુનિવર્સિટીના સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ લાઇન પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 150 કિમી જેટલી લાંબી છે. ગત મહિને અરેબિયન જર્નલ ઓફ જિયો સાયન્સમાં આ અંગેનો અભ્યાસ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ફોલ્ટ લાઇનમાં ક્યારે ભૂકંપના આંચકા આવ્યા તે જાણવાની કોશિશ કરાઇ હતી. જમાં આ લાઇનમાં 5600 વર્ષથી છેલ્લે 1000 વર્ષ વચ્ચે ચાર મોટા ભૂકંપ આવ્યા હોવાનું તપાસ બાદ બહાર આવ્યું હતું. જે 2001ના ભૂકંપથી પણ મોટા હતાં.

 નોંધનીય છે કે, ગત ગુરૂવારે રાજકોટ નજીક તાલુકાના ભાયાસર પાસે કેન્દ્રબિંદુ ધરાવતો રિચર સ્કેલ પર સવારે 7.40 વાગ્યે 4.8ની તીવ્રતાના ભૂકંપે રાજકોટ જિલ્લો અને આજુબાજુના અન્ય જિલ્લાની ધરતીને અને લોકોને ભયથી ધુ્રજાવી દીધા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધરતી કંપનથી ભરઉંઘમાંથી લોકો જાગીને ઘરની, એપાર્ટમેન્ટની બહાર ધસી ગયા હતા. રાજકોટથી 18 કિ.મી. દક્ષિણ-પૂર્વ દિશામાં 22.257 અક્ષાંસ અને 70.888 રેખાંશ પર ભાવનગર અને ગોંડલ હાઈવે વચ્ચેના કોઠારીયાથી સરધારના રોડ પર પાડાસણ બાજુના ભાયાસર ગામ પાસે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 11200 મીટરની ઉંડાઈએ નોંધાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here