કચ્છમાં 531 કરોડના બોગસ બિલના કૌભાંડનો પર્દાફાશ, આવી રીતે આચરાયું કૌભાંડ

0
14

કચ્છ અને ગાંધીધામના કમિશનરેટ દ્વારા મોટા પાયે બોગસ જીએસટીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 531 કરોડના બોગસ બિલિંગના કૌભાંડમાં રૂ. 97.69 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાગે છે. ગુરૂકમલસિંઘ આખા કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે તેની આજે ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરી પાંચ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

સેન્ટ્રલ ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સના કચ્છ કમિશનરે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 38 વર્ષીય ગુરૂકમલસિંઘે પ્રીત એન્ટરપ્રાઇઝ નામની કંપની સ્થાપી હતી. અને જીએસટીની લેતી દેતીમાં બીજી 18 ફર્મને સાંકળી હતી. આ અઢારેય કંપનીઓ કાગળ પર હતી. અને ગુરૂકમલસિંઘ જ ઓપરેટ કરતો હતો. તે કોઇ માલની લે વેચ વિના બોગસ ઇનવોઇસ જનરેટ કરતો હતો અને ગૂડ્સ પાસ બનાવી ગેરકાયદે ટેક્સ ક્રેડિટ લેતો હતો. સીજીએસટી વિભાગે ગુરૂકમલસિંઘના તમામ ઠેકાણા પર સર્ચ કરી રહ્યું છે અને તેની સાથે સંકળાયેલા તમામને સકંજામાં લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here