કચ્છ: દરગાહ સલામ ભરીને આવતા બે પાકિસ્તાની પકડાયા અને 9 ફરાર

0
65

નારાયણ સરોવર: સોમવારે કચ્છની દરિયાઇ સરહદેથી એક પાકિસ્તાની બોટ સાથે 2 ઘૂસણખોર ઝડપાઇ ગયા હતા. ત્યારે આ બોટ સાથે ઝડપાયેલા શખ્સો છેક સાવલાપીર સુધી કઇ રીતે આવી પહોંચ્યા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સની સતકર્તા છતાં 2 સિવાયના અન્ય 9 જેટલા શખ્સો ભાગી છુટવામાં કઇ રીતે સફળ રહ્યા તેને લઇ સુરક્ષા એજન્સીઓ રીતસરની તપાસમાં પરોવાયેલી જોવા મળી રહી છે.
સર્ચ ઓપરેશન: ભાગી છુટેલા શખ્સોને પકડવા માટે બીએસએફે સમગ્ર ક્રિક વિસ્તારમાં સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન જારી રાખ્યું હતું. સુત્રોમાંથી એવી માહિતી જાણવા મળી હતી કે, જે બોટમાં આ ઘુસણખોરો આવ્યા હતા તે તમામ સાવલાપીરની દરગાહે સલામ ભરવા ગયા હતા.
11માંથી 2 પકડાયા 9 ચેરિયા જંગલોમાં નાસી છૂટ્યા: હિલચાલ પર સતત નજર રાખતા સીમા સુરક્ષા દળના જવાનોએ જેવા આ શખ્સો સલામ ભરીને પરત આવ્યા કે તેમને પકડી પાડયા હતા. જોકે 11 પૈકીના 9 શખ્સો થાપ આપીને ચેરિયાના જંગલમાંથી નાસી જવામાં સફળ રહ્યા હતા. મોહમ્મદ ઇકબાલ મોઇન અને બકસ અલી હારૂન અલી પિતરાઈ ભાઇ થાય છે અને બન્ને સુજાવલના રહેવાસી છે. તેમની પાસેથી 3 મોબાઇલ અને 700 રૂપિયા મળ્યા છે પણ આ વસ્તુઓ ભાગી છુટેલા શખ્સોની હોવાનું વાતનું રટણ કરવામાં આવી રહ્યું છે. બોટ સહિતનો માલસામાન કસ્ટમને સોંપી દેવાયો છે જ્યારે ઘૂસણખોરોને નારાયણ સરોવર પોલીસના હવાલે કરી બુધવારે જેઆઇસીને સોંપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here