Thursday, September 23, 2021
Homeકચ્છ : રાપરમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું ખેલાયું, ત્રણ ઘાયલ
Array

કચ્છ : રાપરમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું ખેલાયું, ત્રણ ઘાયલ

રાપર શહેરના અયોધ્યાપુરીની શેરી નંબર -1 માં રહેતાં બે પરિવારો વચ્ચે અગાઉ થયેલી બોલાચાલી અને ફરિયાદ ની જૂની અદાવતમાં આજે રાત્રે 10 વાગ્યાની આસપાસ બે પરિવારો વચ્ચે હિંસક ધીંગાણું ખેલાંનું હતું.જેમાં.3 લોકો ને ઇજાઓ પહોંચતા પ્રથમ રાપર સરકારી હોસ્પિટલ ખાતે ત્યાર બાદ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા, જેમાં પ્રીતેશ ચમનલાલ દરજી તથા ચમનલાલ કાનજી દરજીને ફેક્ચર તથા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. જેને ભુજ ખાતે રીફર કરાયાં હતા તો સામ પક્ષે પણ એક જણા ને ગંભીર ઇજાઓ થતા પ્રથમ રાપર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા અને પછી ભુજ ખાતે રીફર કરાયાં નું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

અગાઉ થયેલી મારકુટ અને ફરિયાદ મુદે બને પરિવારો વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલુ હતી જેમાં હમણાં જ થોડા દિવસો અગાઉ પ્રિતેશ દરજી અને પ્રફુલગીરી વચ્ચે એક લગ્ન સમારોહ માં છૂટ્ટા હાથે મારીમારી પણ થઈ હતી જેની જાણવા જોગ અરજી રાપર પોલીસ માં પ્રફુલગીરી દ્વ્રારા અપાઈ હતી પણ પોલીસે કોઈ જાતના પગલાંના લેતા આખરે ફરીથી ઘટનાનું પુનરાવર્તન થયું હતું જેના કારણે આજે આ મારામારી એ હિંસક રૂપ ધારણ કર્યું હતું. જો અઠવાડિયા અગાઉ અપાયેલ અરજી મુદ્દે રાપર પોલીસે ગંભીર પગલાં લીધા હોત તો આ પ્રકારની ઘટના ટાળી શકત તેવું હોસ્પિટલ ખાતે ઉપસ્થિત ગૌસ્વામી સમાજ અને દરજી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું. જોકે રાપર પોલીસે મોડી રાત્રે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવા ની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.રાપર શહેર ના પોશ વિસ્તાર માં થયેલ હિંસક મારામારી ની ઘટના ના સમાચાર વાયુવેગે પહોંચી જતા અત્રે રાપર સરકારી હોસ્પિટલ ખાતે બને સમાજ ના યુવાનો અને અગ્રણીઓ દોડી આવ્યા હતાં. અને મોટી સંખ્યામાં લોકો એકત્રીત થયા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments