કચ્છ : સરસપર ગામની મહિલાઓ પીવાના પાણી માટે મારી રહી છે વલખા

0
40

કચ્છમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. ભુજના સરસપર ગામમાં પાણીની તંગી છે.મહિલાઓને ઘરકામ પડતા મૂકી બે ઘડા પાણી ભરવા બળબળતા તાપમાં દૂર સુધી ચાલીને જવું પડે છે.

અછતની પરિસ્થિતી વચ્ચે ભૂજ તાલુકાના સરસપર ગામના લોકો પીવાના પાણી માટે પરેશાની ભોગવી રહ્યા છે.આ ગામમાં પચાસ જેટલાં ઘર આવેલા છે.ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે ગામ માં જોવા જઈએ તો લોકોને વર્ષોથી પાણી મળતું જ નથી લોકોને 1 કિલોમીટર દૂર પાલારા વિસ્તારમાં પાણી ભરવા માટે જવું પડે છે.હાલ કપરો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે મહિલાઓને દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે ત્યારે માંડ માંડ બે માટલા જેટલું પાણી અહીં નસીબ થાય છે તે એક હકીકત છે અવારનવાર રજુઆત કરવા છતાં પાણી સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નથી લોકો ને જવું તો ક્યાં જવું તે એક સવાલ ઉભો થયો છે.

ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે. અહીથી ગ્રામજનોને હિજરત કરવાની ફરજ પડી રહી છે જે ઉંમર બાળકોની રમવાની અને ભણવાની છે તે ઉંમરે બાળકો પણ અહીં પાણી ભરવા જાય છે તે એક કરુણાંતિકા કહી શકાય તેમ છે સરકાર મોટા ઉપાડે જાહેરાત કરતી હોય કે અમે દરેક જગ્યાએ પાણી પહોચાડીયે છીએ પરંતુ આ વાત અહીં ધજાગરા ઉડાડે તેમ છે દુષ્કાળની આ પરિસ્થિતિમાં લોકોને પાણી પૂરતું મળી રહે તે જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here