કચ્છ સરહદે પાકિસ્તાની ડ્રોનને ઈઝરાયેલી સ્પાઈડરથી તોડ્યું હતું, ભારતમાં પહેલીવાર વપરાયું

0
25

ભુજ/અમદાવાદ: મંગળવારે સવારે સાડા છ વાગ્યે ભારતીય સીમામાં જાસૂસી માટે ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું હતું. તેના માટે ઈઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમ સ્પાઈડરનો વપરાઈ હતી. ભારતે દુશ્મન દેશ સામે પહેલીવાર આ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો.

મિસાઈલથી સજ્જ
સ્પાઈડરના નામે જાણીતી ઈઝરાયેલી હવાઈ સંરક્ષણ પ્રણાલીને Surface to air python and derby કહેવાય છે તે ડર્બી અને પાયથોન 5 મિસાઈલ્સથી સજ્જ છે. તેને વર્ષ 2017માં સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.
ક્ષમતા
જમીનથી હવામાં હુમલો કરવા માટે સ્પાઈડર સિસ્ટમ સક્ષમ છે. તે  9  કિમીથી લઈને 15 કિમી સુધી આકાશમાં ઉડતા ફાઈટર જેટને ધૂળ ભેંગુ કરવાની તાકાત ધરાવે છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં જવાબી કાર્યવાહી કાર્યરત રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here