કચ્છ : હજી 800 કરોડનો ડ્રગ્સનો જથ્થો પાણીમાં!, દરિયામાંથી સેટૅલાઈટ ફોન, 133 પેકેટ, ચીપને શોધવા એલર્ટ

0
46

ગાંધીધામઃ કચ્છના જખૌ નજીકથી ઝડપાયેલી પાકિસ્તાની બોટના છએ શખસોએ ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથે ચડે તે પહેલા છેલ્લા બચવાના ઉધામા રુપે તેમની પાસે રહેલો જથ્થો સમુદ્રમાં ફેંકી દીધો હતો. જેમાંથી ત્રણ પેકેટ નારાયણ સરોવર નજીકની ક્રિકથી મંગળવારે ઝડપાયા બાદ હજી પણ 800 કરોડની કિંમતના ડ્રગ્સના પેકૅટ, એક સેટૅલાઈટ ફોન અને જીપીએસ ચીપ દરીયામાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યુ છે. તપાસનીસ સુરક્ષા એજન્સી ડીઆરઆઈ દ્વારા આ અંગે બીએસએફ, પોલીસ, પોર્ટ પ્રશાસન,કસ્ટમ, ઈન્ડીયન કોસ્ટગાર્ડ સહિતની કચ્છના કાંઠે સક્રિય સરકારી વિભાગોને આ અંગે અવગત કરીને મામલાની ગંભીરતાને ધ્યાને લઈને શીઘ્રતા પુર્ણ રીતે સર્ચ કરવાની સુચના આપી છે. દરમ્યાન પશ્ચીમ કચ્છની એસઓજીએ ઝડપાયેલા ત્રણે પેકેટ તેજ ડ્રગ્સના પેકેટ હોવાનું સતાવાર કબુલ્યુ હતુ.

ગત 21/05ના વહેલી પરોઢે પાકિસ્તાનના કરાંચીથી ભારતમાં 330 કિલોના એટલાજ પેકેટ્સની 11 બોરીઓ લદાયેલા બ્રાઉન હિરોઈન અને બેઝીક અલ્કાલોઈડ ડ્રગ્સનો જથ્થો ઘુસાડવા બલુચીસ્તાન અને કરાંચીમાં રહેતા છ પાકિસ્તાની શખસો અલ મદીના બોટમાં સવાર થઈને ડીલીવરી દેવા કચ્છના જખૌ નજીકની સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સીમા પર આવીને ઉભા હતા. તેઓ ભારત તરફથી ડ્રગ્સનો જથ્થો રીસીવ કરવા આવનાર બોટની રાહ જોઇ રહ્યા હતા ત્યારે આ ઈનપુટ ડીરેક્ટ્રોટ ઓફ રેવન્યુ ઈન્ટૅલીજન્સને મળતા તેમણે ઈન્ડીયન કોસ્ટગાર્ડને સતર્ક કર્યા હતા.

કોસ્ટગાર્ડનું અરીજંય શીપે તુંરત સ્થળ પર પહોંચીને તેમને એરેસ્ટ કરી તપાસ કરી હતી. પરંતુ ભારતીય શીપને આવતી જોઇને બચવાના છેલ્લા મરણીયા પ્રયાસો કરીને સબુતો હાથ ન લાગે તે જુની ઓપરેન્ડીને ફરી દોહરાવી પાકિસ્તાની શખસોએ જેમાં તમામ ડ્રગ્સનો જથ્થો હતો તે 11 બોરીઓને દરીયામાં ફેંકી દીધી હતી. કોસ્ટગાર્ડે તેમાંથી મહતમ જથ્થો ફરી સમુદ્રમાં થી ઉઠાવી લીધો હતો પરંતુ ચાર બોરીઓ પાણીમાંજ ખુલી જતા તેમાંથી કેટલાક પેકૅટ્સ દરીયામાં વિખેરાઈ ગયા હતા.

કોસ્ટગાર્ડે કુલ 194 કિલોજ ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ. ઝડપાયેલા પાકિસ્તાનીઓની પુછ્પરછ કરતા તેમની પાસેથી કુલ 330 કિલો લાદીને આવતા હોવાનું અને તેની સાથે એક સેટૅલાઈટ ફોન, જીપીએસ નેવીગેટર માટૅ એક મેમરી ચીપ પણ ત્યારે હોવાનું બહાર આવ્યુ હતુ, પરંતુ તે ઝડપાયુ ન હોવાથી તે તમામ જથ્થો દરીયામાંજ નાખી દેવાયો હોવાનું સામે આવતા ન ઝડપાયેલા 133 કિલો ડ્રગ્સના પેકેટ સહિત ફોન અને ચીપ હજી પણ કચ્છના કાંઠે ક્યાંક હોવાની સંભાવના છે ત્યારે આ અંગે ઈન્ડીયન કોસ્ટગાર્ડ, કસ્ટ્મ્સ, નાર્કોટીક્સ બ્યુરો, આઈજી, જામનગર, ભુજ અને ગાંધીધામના એસપી, દીનદયાલ પોર્ટ સહિતની ઓથોરીટીને સતર્ક કરીને તેને શોધવા કવાયત હાથ ધરવા સુચના અપાઈ હતી.

દરમ્યાન મંગળવારના સાંજે નારાયણ સરોવર, સેથવારા ટાપુ નજીક આવેલી ક્રિકમાંથી પશ્ચીમ કચ્છની એસઓજી ટીમે ત્રણ શંકાસ્પદ પેકેટને જપ્ત કર્યા હતા. જેનું એફએસએલ ટીમને બોલાવીને સ્થળ પરજ તપાસ કરાવાતા તે પેકેટ તેજ ડ્રગ્સનો જથ્થો હોવાનું સ્પષ્ટ થયુ હતુ. પોલીસે એક પેકેટની કિંમત 5 કરોડ ગણીને 15 કરોડનો જથ્થો જપ્ત કર્યાનું દર્શાવ્યુ હતુ. આ કાર્યવાહિમાં પશ્ચીમ કચ્છની એસઓજી સાથે જખૌ મરીન પોલીસના જવાનોએ પણ મહત્વપુર્ણ ભુમીકા ભજવી હતી. કચ્છના દરીયાઈ માર્ગે ડ્રગ્સ સ્મગલીંગ, પાકિસ્તાન અને હવે સેટૅલાઈટ ફોન પણ હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ ઉંધા માથે તપાસમા જોતરાઈ છે.

ભરતી બાદ દરિયાઈ સીર, નાલામાં જથ્થો ઘુસી શકે
ભરતી બાદ પાણીનો જથ્થો દરીયાઈ સીર, નાલામા પ્રવેશે છે ત્યારે પેકેટ્સ નાલામાં પણ ચાલ્યા ગયા હોવાની સંભાવના છે. વર્ષોથી દરીયો ખેડતા દરીયાના જાણકાર ફારુક મેમણે જણાવ્યુ હતુ કે કોટૅશ્વર નજીક પણ આવા નાલાઓ, સીર આવેલી છે.

1 હજાર કરોડ નહીં, જથ્થો 1800 કરોડનો હતો!
જે જથ્થો કુલ પાકિસ્તાની બોટમાં આવ્યો હતો કે 330 પેકેટ હતા, જેમાંથી 194 પેકેટ્સ ઝડપાયા હતા. તો ત્રણ પેકેટ એસઓજીને મળી આવ્યા છે. જેથી હજી પણ 133 પેકેટ્સ દરીયામાંજ હોવાની સંભાવના છે. જેથી ઝડપાયેલો કુલ જથ્થો જો એક હજાર કરોડનો હોય ત્યારે કુલ જથ્થો ખરેખર 1800 કરોડનો હોવાનું બહાર આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here