Sunday, October 24, 2021
Homeકટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવીને ફ્રેક્ચર થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
Array

કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવીને ફ્રેક્ચર થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

સુરતઃ 99 વર્ષીય કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવી બે દિવસ પહેલાં અચાનક પડી જતા સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઓર્થોપેડીક સર્જન તેમને નેક ફેમર ફ્રેક્ચર માટે ઓપરેટ કરી રહ્યાં છે. અને બે દીકરીઓની દેખરેખ હેઠળ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

ડાબા પગના થાપાના હાડકામાં ફ્રેક્ચર

કટાર લેખક નગીનદાસ સંઘવીને 26મી જાન્યુઆરીએ પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા છે. મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરનાર 99 વર્ષીય નગીનદાસ સંઘવી છેલ્લા બે મહિનાથી ઘોડદોડ રોડ વિસ્તારમાં દીકરીના ઘરે રહે છે તેમજ શહેર ખાતે યોજાતા વિવિધ સાહિત્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપે છે. દરમિયાન બે દિવસ પહેલાં ઘરે અચાનક પડી ગયા હતા. જેથી તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડાબા પગના થાપાના હાડકામાં ફ્રેક્ચર થયું હોવાનું જણાયું હતું. હોસ્પિટલમાં ઓર્થોપેડીક સર્જન દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને બે દીકરીઓ હર્ષાબેન અને ડો. પ્રજ્ઞાની દેખરેખ હેઠળ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

99 વર્ષના હોવા છતાં સાહિત્યક્ષેત્રે કામ કરી રહ્યા છે

નગીનદાસ સંઘવી વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે તેમજ ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા  ‘તડ ને ફડ’ કોલમથી રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે પણ જાણીતા છે. એમના પુસ્તકો ગુજરાતી સહિત અંગ્રેજીમાં પણ પ્રકાશિત થયાં છે. એમના ગીતા, રામાયણ અને મહાભારતના પ્રવચન પણ લોકપ્રિય છે.  તેઓ 99 વર્ષના હોવા છતાં સાહિત્યક્ષેત્રે કામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments