કડીમાં 551 ફૂટ લાંબા તિરંગા સાથે નીકળેલી શૌર્યયાત્રાથી દેશભક્તિનો માહોલ

0
35

કડી: દેશના 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે કડીના સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા નાગરિકોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના જન્મે તેમજ શહીદોને યાદ કરી ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવા માટે 551 ફૂટ લાંબા તિરંગા સાથે શૌર્યયાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં શાળા-કોલેજના 1000થી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલબેન્ડ સાથે જોડાયા હતા. હાથમાં તિરંગા સાથે જોડાયેલા યુવાનોએ તિરંગાના માનમાં સૂત્રોચ્ચાર કરતાં સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી રંગાયું હતું. માર્ગમાં વિવિધ સંસ્થાઓ-વેપારીઓ અને આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું.

* 551 ફૂટ તિરંગાની લંબાઇ
* 100 કિલો વજન તિરંગાનું
* 1000 છાત્રો તિરંગા લઇને નીકળ્યા
* 500 જેટલી બહેનોએ ભાગ લીધો
* 05 કિલોમીટર વિસ્તારમાં ફરી યાત્રા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here