કડી પાસે નર્મદા કેનાલમાંથી એક જ દિવસે બે યુવતી સહિત 3 લાશ મળી

0
223

કડી: નાનીકડીના 4 દિવસથી ગુમ યુવકની લાશ શોધી રહેલી NDRFની ટીમને શુક્રવારે દેઉસણા પાસેથી યુવકની, જ્યારે આદુંદરા નજીકથી બે અજાણી યુવતીઓની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. યુવકની લાશ નાનીકડીના યુવકની હોવાની ઓળખ થઇ હતી. જ્યારે અજાણી યુવતીઓની ઓળખ અંગે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

નાનીકડીના સચિન જાની નામના યુવકે ચાર દિવસ અગાઉ કોઈ કારણોસર નાનીકડી નજીક નર્મદા કેનાલમાં પડતું મુક્યું હતું. જેને લઈ ગાંધીનગર એનડીઆરએફની ટીમ છેલ્લા ત્રણ દિવસથી શોધખોળ કરી રહી હતી. શુક્રવારે આ ગુમ યુવકની લાશ દેઉસણા પાસે કેનાલમાંથી મળી આવી હતી. યુવકનો પરિવાર પોલીસ કાર્યવાહીથી દૂર રહ્યો હતો. જ્યારે આદુંદરા નજીક નર્મદા કેનાલ પરના ગેટ પાસે બે લાશો તરતી જણાતાં એનડીઆરએફની ટીમે આ બે લાશો બહાર કાઢતાં તે યુવતીઓની હતી. બંને યુવતીની લાશ કડી પોલીસને સોંપતા પોલીસે કડી હોસ્પિટલમાં પીએમ કરાવી તેના વાલીવારસોની તપાસ પીએસઆઈ કે.એલ.દેસાઈએ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here