Tuesday, September 21, 2021
Homeકડોદરામાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ, સાત દિવસમાં ચાર કેસ નોંધાયા
Array

કડોદરામાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ, સાત દિવસમાં ચાર કેસ નોંધાયા

સુરત : કડોદરામાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાનો કિસ્સો સામે આવી રહ્યો છે. સાત વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ઘરેથી ચોકલેટની લાલચ આપીને લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું. હાલ બાળકીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરમાં છેલ્લા સાત દિવસમાં ચાર બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતાં સુરત શહેરની બદસૂરતી સામે આવી રહી છે.

બાળકી રડતા રડતા ઘરે આવી
સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, કડોદરા વિસ્તારમાં રહેતા પરિવારની બાળકી ફોઈ સાથે ઘરમાં હતી. અને માતા-પિતા નોકરી પર ગયા હતા. દરમિયાન એક અજાણ્યો ઈસમ ચોકલેટની લાલચ આપી બાળકીને ઘરથી અડધો કિલોમીટર દૂર લઈ ગયો હતો. અને અવાવરું જગ્યા પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય બાદ બાળકી રડતા રડતા ઘરે આવી હતી.
બાળકીએ માતાને વ્યથા જણાવી
ઘરે આવેલી બાળકીના પ્રાઈવેટ પાર્ટ અને શરીરમાંથી લોહી નીકળતું હતું. પિતાએ પૂંછતા બાળકી કંઈ બોલી ન હતી. દરમિયાન માતાએ પૂંછતા તમામ વ્યથા વ્યક્ત કરી હતી. બાળકીને પીઠના ભાગે જમીન પર ઢસડી હોવાના પણ નિશાન મળી આવ્યા છે. બાળકીને હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે પોલીસને જાણ થતા હોસ્પિટલ દોડી આવી છે. વધુ તપાસ હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments