Tuesday, December 7, 2021
Homeકતારગામમાં ઓવર બ્રિજના ડાયવર્ઝનથી રોજ ટ્રાફિક જામ
Array

કતારગામમાં ઓવર બ્રિજના ડાયવર્ઝનથી રોજ ટ્રાફિક જામ

સુરતઃ રાંદેર-કતારગામને જોડતાં જીલાની બ્રિજની કનેક્ટિવિટી બાદ કતારગામ દરવાજા ઉપર ટ્રાફિક જામની સમસ્યા સામે આવતાં ડિઝાઇનમાં ભુલની સ્થિતિ પણ પ્રકાશમાં આવતાં આખરે ડાઉન રેમ્પને ગોટાલાવાડી સુધી લંબાવવા માટે પાલિકાએ એસ આકારના નવા ફલાય ઓવરબ્રિજ નિર્માણનું કામ શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી કતારગામ દરવાજા ઉપર આડશ મુકી ઓવર બ્રિજના કામ માટે ડાયવર્ઝન અપાયું છે. આ ડાયવર્ઝનથી વાહન ચાલકોને ભારે પરેશાની સાથે રોજ ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનીકો પરેશાન થઇ રહ્યાં છે. પહેલાં કુબેરનગરના એક આંતરિક રસ્તા નો વૈકલ્પિક ઉપયોગ કરાતો હતો પરંતુ હવે તે રસ્તો સ્થાનીકોએ આડશ મુકી બંધ કરી દેવાના કારણે કતારગામ દરવાજા પાસેથી પસાર થતા વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments