Tuesday, December 7, 2021
Homeકથા સાંભળીને ઘરે જતી 2 વૃદ્ધાનું કપુરાઇ પાસે ટ્રકની અડફેટે મોત
Array

કથા સાંભળીને ઘરે જતી 2 વૃદ્ધાનું કપુરાઇ પાસે ટ્રકની અડફેટે મોત

શહેર જિલ્લામાં એક દિવસમાં સર્જાયેલા બે અકસ્માતોમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. અણખોલ ગામે કથા સાંભળીને પરત ફરી રહેલી બે વૃધ્ધાઓનું કપુરાઇ ચોકડી પાસેથી હાઇવે ઓળંગતી વખતે ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં અંકોડીયા પાસે મહિલાનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું હતું.

વાઘોડિયા રોડ પરના આદિત્ય પેરેડાઇસ ખાતે રહેતા તારાબેન પંચાલ(ઉં.વ.56) અને તેમના સંબંધી શાંતાબેન પંચાલ(ઉં.વ.75) શહેરથી થોડે દૂર આવેલ અણખોલ ગામમાં ગિરી મહારાજની કથા સાંભળીને પરત આવી રહ્યા હતા. કપુરાઇ ચોકડી પાસે વાહનમાંથી ઉતરીને હાઇવે પર રસ્તો ઓળંગી રહ્યા હતા અને તે જ સમયે પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે ટક્કર મારતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં 75 વર્ષીય શાંતાબેનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 56 વર્ષીય તારાબેનનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં, અંકોડીયા ગામમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતી પૂજા રાવલ (ઉં.વ.48) મંગળવારે રાત્રે અંકોડીયા ગામ પાસેથી પસાર થતા રસ્તા પર ચાલતા જઈ રહી હતી. તે પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments