Friday, March 29, 2024
Homeકન્યાકુમારી : ભારત હવે આતંકવાદીઓથી થયેલું નુકશાન વ્યાજ સાથે પાછુ આપવાનું જાણે...
Array

કન્યાકુમારી : ભારત હવે આતંકવાદીઓથી થયેલું નુકશાન વ્યાજ સાથે પાછુ આપવાનું જાણે છે- મોદી

- Advertisement -

કન્યાકુમારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તમિલનાડુના પ્રવાસે પહોંચ્યા હતા. પીએમ મોદીએ મદુરાઇ-ચૈન્નાઇ વચ્ચે દોડનારી નવી ટ્રેન-તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી હતી.લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ તમિલનાડુના લોકોને રાજ્ય સાથે સંકળાયેલી અનેક વાતો કરીને તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને સંબોધિત કરતા પીએમએ જણાવ્યું કે તેમને ગર્વ છે કે વિંગ કમાન્ડર અભિનંદન તમિલનાડુના રહેવાસી છે. વધુમાં મોદીએ જણાવ્યું કે આપણો દેશ એક નવો ભારત છે જે આતંકીઓએ કરેલા નુકશાનને કેવી રીતે પાછુ વ્ચાજ સાથે આપવુ એ જાણે છે.

અમ્મા(સ્વર્ગીય જયલલિતા)ના કામને લોકો યાદ રાખશે: મોદીએ જણાવ્યું કે “અમ્મા જયલલિતાને શ્રદ્ધાજંલિ, એમના કાર્યને તમિલનાડુના લોકો હંમેશા યાદ રાખશે. હું ગર્વ કરુ છુ કે અમારા સરકારના રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ પણ તમિલનાડુના છે. અમે રોડ, રેલવે તેમજ વિકાસ કાર્યોની આધારશિલા રાખી છે. મેં મદુરાઇથી ચૈન્નાઇ વચ્ચે દોડનારી દેશની સૌથી ઝડપી ટ્રેન-તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી છે. આ તેજસ એક્સપ્રેસ મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે. જેનું નિર્માણ ચૈન્નાઇમાં ઇન્ટીગ્રલ કોચ ફેકટરીમાં થયું છે”

“રામેશ્વરમથી ધનૂષકોડી વચ્ચે રેલ લાઇન નાંખવાના નવા પ્રોજેકટની આધારશિલા પણ રાખવામાં આવી હતી. 1964માં આવેલી કુદરતી હોનારત વખતે આ રેલ લાઇન ખતમ થઇ ગઇ હતી. છેલ્લા 50 વર્ષથી કોઇએ આના પર ધ્યાન આપ્યું નહોતુ”

30 વર્ષ પછી પૂર્ણ બહુમતવાળી સરકાર બની, મોદીએ દક્ષિણના મહાન સંત- તિરુવલ્લુવરને યાદ કર્યા

 મોદીના જણાવ્યા અનુસાર-પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અનુસાર 1.1 કરોડ ખેડૂતોને પહેલો હપ્તો એમના બેંન્ક ખાતામાં ચૂકવાઇ ગયો છે. તમે જરા વિચારો કે સરકારની કોઇ એવી યોજના જેમાં એની ઘોષણા સાથે એ જ મહિનામાં એ લાગૂ કરવામાં આવે અને તેનો લાભ પણ એ મહિનામાં મળતો શરૂ થઇ જાય!

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દક્ષિણના મહાન સંત તિરુવલ્લુવર કહ્યું કે – જ્યારે પણ મોકો મળે, એવા કામ કરો જે પહેલા ક્યારેય કરવામાં આવ્યા ન હોય. 2014માં 30 વર્ષ પછી થયું કે જ્યારે ચૂંટણીમાં કોઇ પાર્ટીને પૂરે પુરો બહુમત મળ્યો હોય. લોકોનો સંદેશ સ્પષ્ટ હતો તેઓ એવી સરકાર જોવા ઇચ્છતા હતા જે કડક અને સાહસિક નિર્ણયો લઇ શકે.

લોકોને વિકાસ જોઇએ છે

 મોદીએ જણાવ્યુ કે લોકોને ઇમાનદારી જોઇએ, વંશવાદ નહિ. લોકોને વિકાસ જોઇએ છે. વિનાશ નહિ. એમને પ્રગતિ જોઇએ, નિતીઓમાં ઢીલાશ સહન થતી નથી. લોકોને તક જોઇએ છે, રસ્તામાં અવરોધો સહન થતા નથી. લોકોને સુરક્ષા જોઇએ, અસ્થિરતા નહિ. લોકોને સર્વાંગીણ વિકાસ જોઇએ, વોટબેન્કની રાજનીતિ જોઇતી નથી.દેશવાસીઓ એ આપણી તાકાત જોઇ

દેશે આપણી તાકાત જોઇ

 મોદીએ જણાવ્યું કે જ્યારે ભૂતકાળમાં 26/11 થયું ત્યારે કશુ થયુ નહિ પણ જ્યારે ઉરી પર હુમલો થયો તો આપ સૌ કોઇએ જોયું કે આપણી સેના શું કરી શકે છે.જ્યારે પુલવામા આતંક હુમલો થયો ત્યારે આપે જોયું કે આપણી વાયુસેના શું કરી શકે છે. એક સમય હતો જ્યારે 26/11ના આતંકી હુમલા પછી વાયુસેના સર્જિકલ સ્ટ્રાઇક કરવા માંગતી હતી પણ યુપીએની સરકારે રોકી દીધી હતી. આજે સેના પાસે પૂરી આઝાદી છે. આ નવું ભારત છે. આ ભારત આતંકવાદીઓથી થયેલા નુકશાનને વ્ચાજ સાથે પાછુ આપવાનું જાણે છે. મોદીએ વધુમાં લોકોને જણાવ્યુ હતુ કે આપણી સેનાએ જે અદભુત શૌર્યનું કાર્ય કર્યુ છે એને હું દેશની સામે એમના સાહસને નમસ્કાર કરુ છું. વધુમાં કટાક્ષ કરતા મોદીએ જણાવ્યું કે કેટલાક રાજકીય પક્ષો મોદીના ચક્કરમાં દેશ પર શંકા કરે છે. એ લોકો દેશની સેના પર શંકા કરે છે- એ વાત દુખદ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular