કપિલ શર્માથી લઈ જય ભાનુશાલી સુધીઃ ટીવીના આ છ સેલેબ્સ ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનશે

0
66

મુંબઈઃ ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’ સિરિયલથી લાઈમ-લાઈટમાં આવનાર વરુણ સોબતીએ હાલમાં જ પત્ની પશમીન મનચંદાનીના બેબી શોવરની તસવીરો શૅર કરી હતી. લગ્નના આઠ વર્ષ બાદ વરુણ પિતા બનવાનો છે. બેબી શોવરમાં ટીવી ઈન્ડસ્ટ્રિઝના અનેક જાણીતા સેલેબ્સ આવ્યા હતાં. જેમાં કરણ વાહી, અક્ષય ડોગરા, સાન્યા મલ્હોત્રા, દિલજીત કૌર સામેલ હતાં.

જોકે, વરુણ-પશમીન સિવાય ટીવીના અન્ય પાંચ કપલ પણ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. જેમાંથી કેટલાક પહેલી જ વાર પેરેન્ટિંગનો અનુભવ કરશે તો કેટલાંક બીજીવાર પેરેન્ટ્સ બની રહ્યાં છે.

કયા કયા ટીવી સેલેબ્સ આ વર્ષે પેરેન્ટ્સ બનશે?

કપિલ શર્મા-ગિન્ની ચતરથ

કોમડી કિંગ કપિલ શર્માએ ગયા વર્ષે 12 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. ગિન્ની હાલમાં પ્રેગ્નન્ટ છે. જોકે, હજી સુધી આ બંનેમાંથી કોઈએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી.

વિકાસ કલંત્રી-પ્રિયંકા કલંત્રી

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’માં કામ કરનારી પ્રિયંકાએ 2012માં બોલિવૂડ એક્ટર વિકાસ કલંત્રી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના છ વર્ષ બાદ બંને પેરેન્ટ્સ બનાવના છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં વિકાસ કલંત્રીએ કહ્યું હતું કે તે આ સફરને શબ્દોમાં વર્ણવી શકે તેમ નથી. આવતા મહિને તેમના ઘરે બાળકનો જન્મ થવાનો છે. કપડાંથી લઈ નાની-નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે. તેને દીકરી જોઈએ છે.

પૂજા શર્મા-પુષ્કર પંડિત

છેલ્લે ટીવી સિરિયલ ‘દિયા ઔર બાતી હમ’માં જોવા મળેલી પૂજા શર્મા હાલમાં પોતાના બીજા બાળકની તૈયારીમાં વ્યસ્ત છે. 2017માં પૂજાએ દીકરી વિયાનાને જન્મ આપ્યો હતો અને હવે તે બીજીવાર પ્રેગ્નન્ટ છે. પૂજાએ કહ્યું હતું કે આ વખતે તે બિલકુલ નર્વસ નથી. પહેલી પ્રેગ્નન્સીમાં થોડી તકલીફ પડી હતી પરંતુ આ વખતે નથી. પૂજાએ 22 ફેબ્રુઆરી, 2016માં ટીવી શો ‘તૂ મેરા હિરો’ના ડિરેક્ટર પુષ્કર પંડિત સાથે લગ્ન કર્યાં હતાં.

નેહા કોલ-લિજલી સિંહ

ટીવી એક્ટ્રેસ નેહા કોલ છેલ્લે ‘બહુ હમારી રજનીકાંત’માં જોવા મળી હતી. મધર્સ ડે પર નેહાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હાલમાં તેને સાતમો મહિનો જાય છે. નેહાએ કહ્યું હતું કે આ ક્ષણ તેના જીવનની બેસ્ટ છે. તે ઘણી જ ખુશ છે. તેને દીકરી જોઈએ છે. કારણ કે તેને શણગારનો ઘણો જ શોખ છે. નેહાએ બિઝનેસમેન લિજલી સિંહ સાથે લગ્ન કર્યાં છે.

જય ભાનુશાલી-માહી વિજ

ટીવી એક્ટર જયા ભાનુશાલી તથા માહી વિજેએ 2010માં લગ્ન કર્યાં હતાં. હાલમાં જ સોશિયલ મીડિયામાં બંનેએ પોતાના પ્રથમ બાળક અંગેની જાહેરાત કરી હતી. 2017માં બંનેએ બે બાળકો દત્તક લીધા હતાં.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here