કબડ્ડી-ફૂટબોલ પછી બચ્ચન પરિવાર IPLની આ ટીમના ખરીદશે હક

0
50

IPLની નવી સિઝનની શરૂઆત પહેલા રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમની ભાગીદારી વેચવાની જાહેરાત કરી છે. ત્યારે અહેવાલ છે કે, બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારે ટીમની ભાગીદારી ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, અગાઉ બચ્ચન પરિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ભાગીદારી ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તે વાત કોઇ રીતે ફાઇનલ ના થઇ, જે પછી પહેલા સિઝનની ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સનો સંપર્ક કર્યો.

એક રિપોર્ટ અનુસાર, એબી કોર્પના CEO રમેશ પુલકપ્પાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યુ કે, હાં, અભિષેક બચ્ચને લંડનમાં મનોજ બદાલેની સાથે મુલાકાત કરી હતી. મનોજ બદાલે રાજસ્થાન રોયલ્સના કો-ઓનર છે. ગયા અઠવાડિયે PTIમાં પ્રકાશિત એક રિપોર્ટમાં ઉલ્લેખ હતો કે, રાજસ્થાન રોયલ્સ પોતાની 50% ભાગીદાર વેચવા માગે છે, ત્યારે બચ્ચન પરિવારે ભાગીદારી ખરીદવા ઇચ્છા દર્શાવતા આ વાતની પુષ્ટિ થઇ છે, ત્યારે બચ્ચન પરિવારે ભાગીદારી ખરીદવાની ઇચ્છા દર્શાવતા આ વાતની પુષ્ટિ થઇ છે.

જો બચ્ચન પરિવાર રાજસ્થાન રોયલ્સમાં ભાગીદારી ખરીદવામાં સફળ રહેશે અને તો IPLની આ ટીમમાં ભાગીદારી ધરાવતો બીજો પરિવાર બનશે. આ પહેલા એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પાસે આ ટીમની ભાગીદારી હતી. જો કે સ્પોટ ફિંક્સિંગમાં દોષી સાબિત થતા ટીમની ભાગીદારી છોડવી પડી હતી.

જો બચ્ચન પરિવાર રાજસ્થાન રોયલ્સમાં ભાગીદારી ખરીદવામાં સફળ રહેશે તો બોલિવુડ અને ક્રિકેટનો સંબંધ વધારે મજબૂત થશે. બોલિવુડના કિંગ શાહરૂખ ખાન અને જુહી ચાવલા પાસે કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ છે. તો પ્રીતિ ઝિન્ટા પાસે કિંગ્સ ઇલેવન પંજાબની કો-ઓનર છે.

બચ્ચન પરિવાર પાસેથી પહેલાથી દેશની અન્ય સ્પોર્ટ્સ લીગમાં પાર્ટનરશિપ છે. પ્રો કબડ્ડી લીગનો પહેલું ટાઇટલ જીતનારી ટીમ જયપુર પિંક પેન્થર્સ ટીમના માલિક બચ્ચન પરિવાર છે. ઇન્ડિયન સુપર લીગમાં ચેન્નાઇ FCમાં પણ ભાગીદારી ધરાવે છે. જો કે આ ટીમમાં ભાગીદારી મેળવવા અન્ય લોકો પણ મીટ માંડીને બેઠા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here