‘કબીર સિંહે’ આખા બોલિવૂડની રમત ફેરવી નાખી, કમાણીનાં મામલે બધી ફિલ્મોથી આગળ

0
0

5 જૂને ભારત ફિલ્મ રિલીઝ થવાની સાથે જ લોકોનાં માથે સલમાનનું ભૂત સવાર થઈ ગયું હતું. 2 અઠવાડિયા સુધી વાંધો ન આવ્યો અને સિનેમા ઘરોમાં સલમાનનું રાજ ચાલ્યું. ત્યારબાદ 21 જૂને શાહિદ કપૂરની કબીર સિંહ રીલિઝ થઈ. કે જે અંદાજા કરતા બે ગણી કમાણી કરી રહી છે. કમાણીનાં મામલે હજુ કબીર સિંહ ભલે પાછળ હોય પણ શાહિદે સલમાનને એક વાતમાં પાછળ રાખી દીધો છે.

કબીર સિંહે રિલીઝનાં દિવસે એટલે કે શુક્રવારે 20.21 કરોડ અને શનિવારે 22.71 કરોડ તો રવિવારે 27.71 કરોડ રૂપિયાની કમાણી સાથે વીડએન્ડમાં 70.83 કરોડનું કુલ કલેક્શન કર્યું છે. પરંતુ જો સોમવારની વાત કરવામાં આવે તો કબીર સિંહે બધાને ચોંકાવી દીધા છે. સોમવારે પણ કબીર સિંહે 17.5 કરોડ કમાયા. જો સામાન્ય રીતે જોવા જઈએ તો વીકએન્ડ પછી કમાણી ઓછી થાય. જેનું તાજુ ઉદાહરણ સલમાનની ભારત છે.

સોમવારે ભારતની કમાણીની જો વાત કરવામાં આવે તો માત્ર 9.20 કરોડ જ કમાયા હતા. ત્યારબાદ રોજ ભારત ફિલ્મની કમાણીમાં ઘટાડો આવી રહ્યો છે. એવામાં એ કહેવું ખોટું નથી કે પહેલા સોમવારે 17 કરોડની કમાણી કરીને સલમાનને પાછળ રાખી દીધો છે.

હવે જો વાત કરીએ લાઈફ ટાઈમ કલેક્શનની તો 17 કરોડની સોમવારની કમાઈ પછી બધાને આશા છે કે ભારત ફિલ્મની કુલ કલેક્શન કરતા શાહિદની કબીર સિંહ વધે એમ છે. 5માં દિવસે કબીર સિંહ 100 કરોડ કમાવાની સંભાવના છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here