કમર પર ટાઇટ બેલ્ટ બાંધવાથી થઇ શકો છો આ બિમારીના શિકાર

0
129

રોજ કમર પર ટાઇટ બેલ્ટ બાંધવાની આદત શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ આદત જીવલેણ પણ નીવડી શકે છે. આ આદત પેટની બીમારીઓનું કારણ બને છે. સાથે સાથે આમ કરવાથી ગળાનું કેન્સર થવાની પણ શક્યતા રહે છે. જો તમે રોજ ટાઇટ બેલ્ટ બાંધતા હો તો તમારે આ આદત બદલી નાખવી જોઇએ.

ટાઇટ બેલ્ટ બાંધવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે. સેન્ટર ઓફ ગ્રેવિટીમાં બદલાવ આવવાથી ઘૂંટણના સાંધા પર પણ જરૂરિયાત કરતાં વધુ દબાણ આવે છે. એક કોરિયાઇ સંશોધન મુજબ કમર પર ટાઇટ બેલ્ટ બાંધવાથી એબ્ડોમિનલ મસલ્સ એટલે કે પેટની માંસપેશિયોઅોના કામ કરવાની રીત બદલાઇ જાય છે.

દિવસભર પેટની નસો દબાયેલી રહે છે. આવું લાંબા સમય સુધી કરવાથી પેલ્વિક રિઝનથી નીકળતી આર્ટરી, વેન્સ, મસલ્સ અને આંતરડા પર પ્રેશર આવે છે. આખો દિવસ ટાઇટ બેલ્ટ બાંધી રાખવાથી પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે.

આ સાથે જ ફર્ટિલિટી ઘટવાની શક્યતા રહે છે. જે લોકો વધુ જાડા હોય અને ટાઇટ બેલ્ટ બાંધી રાખે છે તેના પેટ અને અન્નનળી વચ્ચેના વાલ્વમાં વધુ દબાણ પડે છે. આવા લોકો એસિડ રિફલક્સ જેવી પરેશાનીનો ભોગ બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here