Monday, October 18, 2021
Homeકરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ 7 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે...
Array

કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ 7 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

વડોદરાઃ કરજણ તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ રોહન નિશાળીયાની 7 લાખની કિંમતના દારૂ સાથે કરજણ પોલીસે ધરપકડ કરી છે. કરજણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં કૂવાની ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી કરજણ પોલીસને મળી હતી. જ્યાં પોલીસે રેડ કરતા કૂવાની ઓરડીમાંથી 7 લાખની કિંમતનો 147 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

ચોરંદા ગામની સીમમાં શૈલેષભાઇ નગીનભાઈ પટેલનું ખેતર અને કૂવો આવેલો છે. શૈલેષભાઇ અમેરિકા હોવાથી તેમનું ખેતર અને કૂવાનું કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ રોહન કાંતિભાઈ નિશાળીયા ખેડે છે. વિદેશી દારૂનો જથ્થાનો વેપલો રોહન નિશાળીયા અને મળતીયો હિતેશ ઉર્ફે સોમી ઘનશ્યામભાઈ પટેલ મળીને કરે છે.

રોહન નિશાળીયા સામે વરણામાં અને કરજણ પોલીસ સ્ટેશનમાં મારામારી, એટ્રોસિટી અને સાઇબર ક્રાઇમ સહિતના ગુનાઓ અગાઉ નોંધાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments