Wednesday, September 22, 2021
Homeકરણ જોહરના ધર્મા પ્રોડક્શનને કોર્ટે 7 કરોડ રૂપિયાની ટેક્સમાં રાહત આપી
Array

કરણ જોહરના ધર્મા પ્રોડક્શનને કોર્ટે 7 કરોડ રૂપિયાની ટેક્સમાં રાહત આપી

બોલિવૂડ ડેસ્ક: કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ‘ધર્મા પ્રોડક્શન’ને ઇન્કમ ટેક્સ(આઇટી) ડિપાર્ટમેન્ટ તરફથી રાહત મળી છે. ધર્મા પ્રોડક્શન અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વચ્ચે ઘણા સમયથી કાયદાકીય યુદ્ધ ચાલતું હતું. બેલેન્સ શીટમાં 7 કરોડ રૂપિયાનો તફાવત હતો જેને કારણે આઇટી ડિપાર્ટમેન્ટ ધર્મા પ્રોડક્શનની પાછળ પડ્યું હતું. ધર્મા હાઉસે આ કેસને હાઈ કોર્ટમાં દાખલ કર્યો. અકીલ કુરેશી અને સારંગ કોટવાલની જજ પેનલ દ્વારા આઇટીની અપીલને ડિસમિસ કરતા ધર્મા પ્રોડક્શનને રાહત આપવામાં આવી છે.

આ કેસ અજય દેવગણ સ્ટારર ‘કાલ’ અને પ્રિયંકા ચોપરા, જ્હોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન સ્ટારર ‘દોસ્તાના’ ફિલ્મના નાણાકીય રેકોર્ડ્સને આધારે થયો હતો. આ ફિલ્મ નાણાકીય વર્ષ 2005-2006 અને 2007-2008 દરમિયાન રિલીઝ થઇ હતી. ધર્મા પ્રોડક્શને બેલન્સ શીટમાં એવું બતાવ્યું હતું કે, 2.67 કરોડ રૂપિયાનો ખર્ચ ‘કાલ’ મૂવીની પોઝિટિવ પ્રિન્ટ અને જાહેરાત પાછળ થયો છે, જ્યારે 4.46 કરોડ રૂપિયાનો ખર્ચ ‘દોસ્તાના’ મૂવીની જાહેરાત પાછળ થયો છે. આ બાબતે આઇટી ડિપાર્ટમેન્ટનું કહેવું હતું કે, આ ખર્ચ જે બતાવ્યો છે તે ગેરકાનૂની છે કારણકે, આ ખર્ચો જ્યારે ફિલ્મને U/A સર્ટિફિકેટ મળે ત્યારબાદ જ ગણાવી શકાય છે. હાઇકોર્ટે આઇટીની આ અપીલ ફગાવી દેતાં જણાવ્યું કે, જે ખર્ચો બતાવવામાં આવ્યો છે તેને ‘કોસ્ટ ઓફ પ્રોડક્શન’ તરીકે ગણાવી શકાય નહીં પરંતુ આઇટીમાં એક બીજું સેક્શન છે જે આ ખર્ચાને ‘બિઝનેસ એક્સપેન્સ’ તરીકે ગણાવવા માટે પરવાનગી આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments