Sunday, December 5, 2021
Homeકરાચીમાં ગેંગસ્ટર ફારૂક ઠાર, દાઉદની હત્યાનું ષડયંત્ર રચવાની શંકા
Array

કરાચીમાં ગેંગસ્ટર ફારૂક ઠાર, દાઉદની હત્યાનું ષડયંત્ર રચવાની શંકા

મુંબઈઃ પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહિમનો નજીકનો ગણાતો ફારૂક દેવડીવાલાને ઠાર થયો હોવાની વિગત મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય અધિકારીઓએ ફારૂકને ગત વર્ષે દુબઈમાંથી પક્ડયો હતો પરંતુ ભારત લાવવામાં સફળતા મળી ન હતી. મળતી માહિતી મુજબ ફારૂકને મારવાનો આદેશ દાઉદના અન્ય એક નજીકના ગણાતા છોટા શકીલે આપ્યો હતો. શકીલને શંકા હતી કે ફારૂક, દાઉદને મારવાનું ષડયંત્ર કરી રહ્યો છે.

ઈન્ડિયન મુજાહિદ્દીન માટે આતંકીઓની ભર્તી કરતો હતો
  • ભારતીય એજન્સીઓને ફારૂકની અનેક મામલે તલાશ હતી. તે આતંકી જૂથ ઈન્ડિયન મુજાહિદ્દીન માટે યુવાનોની ભર્તી કરતો હતો. જુલાઈ 2018માં પાકિસ્તાને નકલી ઓળખ દસ્તાવેજ રજૂ કરીને પોતાના દેશમાં પ્રત્યારોપિત કરવામાં સફળ રહ્યાં હતા. ડોક્યૂમેન્ટ્સમાં એક પાસપોર્ટ પણ હતો, જેમાં ફારૂકને પાકિસ્તાની નાગિરક ગણાવ્યો હતો.
  • સૂત્રોના જણાવ્યા મુજબ, છોટા શકીલને તે વાતની જાણ થઈ હતી કે ફારૂકે દુબઈમાં ભારતીય અધિકારીઓની સાથે મીટિંગ કરી હતી અને તે દાઉદ વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો. શકીલે જ્યારે સત્ય જાણવાનો પ્રયાસ કર્યો તો તેની ફારૂક સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ દાઉદ અને તેના સાથીદારોને લાગ્યું કે દેવડી પર હવે વધુ વિશ્વાસ ન કરી શકાય.
  • જો કે મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ટરપોલ કરાચીમાં થયેલી ફારૂકની હત્યાને કન્ફર્મ કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
  • જો ફારૂક દેવડીવાલાની મોતની પુષ્ટિ મળે છે તો પાકિસ્તાનમાં મરનારો દાઉદનો બીજો સાથી હશે. આ પહેલાં 2000માં પાકિસ્તાનમાં ગેંગસ્ટર ફિરોઝ કોકાનીની કથિત રીતે હત્યા થઈ ગઈ હતી. જણાવવામાં આવે છે કે ફિરોઝ દાઉદનું સન્માન કરતો ન હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments