- Advertisement -
બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર 45 વર્ષની થઈ છે. 25 જૂન, 1974માં મુંબઈમાં જન્મેલી કરિશ્માએ 1991માં ફિલ્મ ‘પ્રેમકેદી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેનો હિરો હરિશ કુમાર હતો. ત્યારબાદ તેણે સુનિલ શેટ્ટી, ગોવિંદા, અજય દેવગન, અક્ષય કુમાર સહિતના સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. અક્ષય કુમારે ‘દીદાર’માં કરિશ્મા કપૂર સાથે કામ કર્યું હતું. જોકે, એક સમય એવો પણ હતો જ્યારે કરિશ્મા એક્ટર અક્ષયનું નામ સાંભળતા જ તે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દેતી હતી.
કરિશ્માનાં મનમાં અસલામતીની ભાવના હતી
- કરિશ્મા કરિયરમાં આગળ વધતી ગઈ તેમ તેની લોકપ્રિયતા વધતી ગઈ હતી. તેના મનમાં અસલામતીની ભાવના આવી ગઈ હતી. ખાસ કરીને અક્ષય કુમાર સાથે તેની શરૂઆતની ફિલ્મી જર્ની સારી રહી નહોતી. ‘દીદાર’ ફ્લોપ રહી હતી. ત્યારબાદ ‘સપૂત’ તથા ‘મેદાન-એ-જંગ’ પણ સારી ચાલી નહોતી.
- 90ના દાયકામાં અક્ષય કુમારની 12થી વધુ ફિલ્મ્સ ફ્લોપ રહી હતી. 1997માં રિલીઝ થયેલી ‘લહૂ કે દો રંગ’ પણ ફ્લોપ રહી હતી. અક્ષય કુમારની ફિલ્મ્સ ફ્લોપ જતાં કરિશ્મા કપૂરના મનમાં અવઢવ હતી કે તે અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરે કે નહીં?
2. અક્ષયનું નામ સાંભળતા જ કરિશ્મા ફિલ્મ રિજેક્ટ કરતી
- કરિશ્મા અને અક્ષય કુમાર સારા ફ્રેન્ડ્સ હતાં. જોકે, એક્ટ્રેસ પ્રોફેશનલી કોઈ જોખમ ઉઠાવવા માગતી હોતી. તે ઘણી જ સાવધાનીથી કરિયરમાં આગળ વધવા માગતી હતી. તનુજા ચંદ્રાએ ‘સંઘર્ષ’ કરિશ્માને ઓફર કરી હતી અને કરિશ્માને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ગમી હતી. જોકે, કરિશ્માને જ્યારે ખબર પડી કે મેકર્સ ફિલ્મમાં અક્ષય કુમારને લેવાના છે તો તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી અને આ ફિલ્મ પ્રિટી ઝિન્ટાને મળી હતી.
3. પ્રિયદર્શનની ફિલ્મ પણ રિજેક્ટ કરી હતી
- સૂત્રોના મતે, પ્રિયદર્શન સાથે કરિશ્મા કપૂર કામ કરવા માગતી હતી. પ્રિયદર્શનના જણાવ્યા પ્રમાણે, કરિશ્માએ તેમની સાથે કામ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. તે સમયે કરિશ્મા બિગ સ્ટાર હતી. આથી પ્રિયદર્શન એક્ટ્રેસ કરિશ્મા માટે બિગ બેનરની ફિલ્મની રાહ જોવા લાગ્યા.
- આ સમય દરમિયાન પ્રિયદર્શનને ‘હેરાફેરી’ મળી હતી અને તેમણે આ ફિલ્મની ઓફર કરિશ્માને કરી હતી. જોકે, કરિશ્માને જાણ થઈ કે ફિલ્મમાં અક્ષય કુમાર તથા સુનિલ શેટ્ટી છે તો તેણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. કરિશ્માને સ્થાને તબુને લેવામાં આવી હતી.
4. અક્ષય કુમાર સાથેની ફિલ્મ્સ ઓફર થતી નહોતી
- કરિશ્માની ઈચ્છાને સમજીને મેકર્સ અક્ષય કુમાર સાથેની એક પણ ફિલ્મ ઓફર કરતા નહોતાં. ડિરેક્ટર સુનિલ દર્શને ‘એક રિશ્તાઃ ધ બોન્ડ ઓફ લવ’માં કરિશ્મા તથા અક્ષય કુમારને લીધા હતાં. આ ફિલ્મ હિટ રહી હતી. ત્યારબાદ કરિશ્મા તથા અક્ષયે બે ફિલ્મ્સ ‘હાં મૈંને ભી પ્યાર કિયા હૈં’ તથા ‘મેરે જીવનસાથી’માં કામ કર્યું હતું. જોકે, આ બંને ફિલ્મ ફ્લોપ રહી હતી.